Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

શંકરાચાર્યજી સાથે વાંકાનેર રાજવીની અનુપમ યાદી

વાંકાનેરઃ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીનું રવિવારે નિધન થયુ હતું ૯૯ વર્ષના સ્‍વામીજી ભારતની મુખ્‍ય પીઠમાના પヘમિની દ્વારકાની પીઠના શંકરાચાર્ય હતા તેઓનો સૌરાષ્‍ટ્રના સાથે ખૂબ ધરોબો હતો હિન્‍દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિચરણ કરતા અંદાજે ત્રીસ(૩૦) વર્ષ અગાઉનો સોનેરી અવસરની યાદી વાંકાનેર સાથે અંકિત થયેલ છે. તે ગુજરાતનાં ખ્‍યાતનામ તસ્‍વીરકાર ભાટીએને જયારે શંકરાચાર્યની તંદુરસ્‍તી સારી હતી તે વેળા વાંકાનેર પેડક વિસ્‍તારમાં કોઇ ધાર્મિક જગ્‍યા શ્રીફળેશ્વર મંદિરે આવેલા તે વેળા વાંકાનેરના રાજવી સ્‍વ.પ્રતાપસિંહજી ઝાલા, તથા સ્‍વ.દિગ્‍વિજયસિંહ ઝાલા તેમના આશીર્વાદ લેવા ગયા હતા તે વેળાની આબાદ તસ્‍વીર ભાટીએ  કિલક કરતા એક  સંભારણું બની ગયું છે. (તસ્‍વીરઃ ભાટીએન) 

(1:57 pm IST)