Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

આમરણ ચોવીસીના બેલા ગામે શિવમંદિર ઉપર વીજળી ત્રાટકી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૧૨ : આમરણ ચોવીસી પંથકના બેલા ગામે ગતરાત્રીના શિવ મંદિર ઉપર વીજળી ત્રાટકતા શિખર ઉપરના  કળશને નુકશાન પહોંચ્‍યું હતું. કળશનો ભાગ તૂટીને જમીન પર વિખરાઇ ગયો હતો. જયારે ચમત્‍કારીક રીતે શિખર પર લહેરાતી ધ્‍વજા અકબંધ રહી હતી. તેવું ગામના સરપંચ શિવલાલ કાસુન્‍દ્વાએ જણાવ્‍યું હતું. બેલા ગામે ગત રાત્રીના ૧ ઇંચ વરસાદ પડી ગયો હોવાનું વધુમાં જણાવ્‍યું હતું.

(1:56 pm IST)