Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જસદણનાં રમાબેન મકવાણાની માનવાધિકાર - મહિલા બાળ વિકાસ સંગઠનના જીલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂંક

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા): જસદણ તા.૧૨: માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન (ન્‍યુ દિલ્‍હી)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી નિલેશભાઈ જોશી દ્વારા રાજકોટ જીલ્લામાં રાજકીય તેમજ સામાજીક કાર્યક્ષેત્રે આગવી ઓળખ અને લોકચાહના ધરાવતા મહિલા અગ્રણી અને જસદણ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાની માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ પદે નિમણૂંક કરતા જસદણ - વિંછીયા પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. બિન રાજકીય અને રાષ્‍ટ્રવાદી સંસ્‍થા તરીકે સમગ્ર દેશમાં સક્રિયતાથી કાર્યરત માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા સમગ્ર દેશમાં માનવ અપરાધો પર રોક લગાવવા અને માનવ અધિકારો પ્રત્‍યે સામાન્‍ય જનતાને જાગળત કરવા તેમજ લોક ઉપયોગી કાર્યો અને સેવાકાર્યો કરવા માટે માનવાધિકાર એવમ્‌ મહિલા બાળ વિકાસ સંગઠન સતત પ્રયત્‍નશીલ છે.

માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના જસદણ - વિંછીયા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ઉપપ્રમુખ, હસુભાઈ  કે. ગાંધી, રાજકોટ જીલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા,  રાજકોટ જીલ્લા મહિલા પ્રમુખ વંદનાબેન સોની, રાજકોટ શહેર પ્રમુખ મનિષાબા વાળા, પ્રદેશ લીગલ એડવાઈઝર કમિટીના પ્રકાશભાઈ પ્રજાપતી સહિતના હોદ્દેદારો તેમજ નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના વલ્લભભાઈ જીંજુવાડીયા, દિનેશભાઈ વેકરીયા, અશોકભાઈ ઠકરાળ, રશ્‍મિનભાઈ શેઠ, હર્ષાબેન ચાવડા, પુનમબેન ઠકરાળ, ડિમ્‍પલબેન સંઘવી, હસમુખભાઈ મકવાણા, પિયુષભાઈ વાજા, તરૂણભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ રમાબેન મકવાણાની નિમણૂંકને આવકારી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(1:55 pm IST)