Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વાંકાનેરમાં ગરાસીયા બોર્ડીંગ ખાતે કેશરીદેવસિંહજી ઝાલાની અધ્‍યક્ષસ્‍થાને પરિચય મિટીંગ યોજાઇ

વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડીંગ કેશરીદેવસિંહજી ડી. ઝાલાના અધ્‍યક્ષ સ્‍થાને પરિચય મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં અતિથી વિશેષ તરીકે ઉત્તરપ્રદેશથી પધારેલ શુભમ શુકલા તથા વિનોદ તીવારી ઉપસ્‍થિત રહ્યા હતા. મિટીંગમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા તેમજ ચુંટણી તૈયારી માટે ચર્ચાઓ કરી તથા ઉપસ્‍થિત આગેવાનો-કાર્યકરોનો પરિચય આપવામાં આવેલ.   મિટીંગમાં પ્રદેશ ભાજપના તથા તાલુકા અને શહેર ભાજપના અગ્રણીઓ, હોદે્‌દારો તથા તા.પંચાયતના સભ્‍યો તથા વિવિધ સંગઠનોના મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા વાંકાનેર)

(1:54 pm IST)