Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામકંડોરણા નજીક કાર રીક્ષા વચ્‍ચે અકસ્‍માતમાં રીક્ષા ચાલકનું મોત

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા.૧૨: ધોરાજી રોડ પર આંચવડના પાટીયા પાસે કાર અને છકડો રીક્ષા વચ્‍ચે અકસ્‍માત સર્જાતા રીક્ષા ચાલકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્‍યુ હતું. જામકંડોરણા ધોરાજી રોડ પર આંચવડના પાટીયા પાસે કાલે બપોરે બાદ જીજે૧૧એએસ૭૫૪૭ નંબરની કાર અને જીજે-૩એકસ ૦૮૧૨ નંબરની છકડો રીક્ષા વચ્‍ચે અકસ્‍માત થતા રીક્ષા ચાલક રમેશભાઇ ટપુભાઇ મઢવી (ઉવ.૫૦) રહે. મહાકાળી મંદિર પાસે, ગોંડલ રોડ, જામકંડોરણાનું કમકમાટીભર્યું મોત નિપજ્‍યુ હતું આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પિટલે ખસેડી આગળની  કાર્યવાહી  હાથ ધરી હતી. આ બનાવથી જામકંડોરણાના મઢવી પરિવારમાં શોક છવાયો હતો.

(1:51 pm IST)