Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ઉના ટીંબી ગામે જલજીલણી મહોત્‍સવ

ઊનાના સ્‍વામિ નારાયણ ગુરુકુલ આનંદગઢ દ્વાર ટીંબી ગામે જલ જીલની મહોત્‍સવ ટીંબી ગામે યોજાયો હતો. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સ્‍થાપના ને ૭૫વરસ પૂર્ણ થાય છે ત્‍યારે તેની સંસ્‍થાન ઊના માં આવેલ આનદ ગઢ ગુરૂકુલ દ્વારા ટીંબી ગામે સાનાવાકિયારોડ પાસે શીતળા માતાજીના મંદિરના સાનિધ્‍યમાં નદી કિનારે જલ જીલની ઉત્‍સવ ઉજવાયો હતો જેમાં બાબરિયાવાડ નાઘેર પંથક માંથી ૬૦૦૦થી વધુ હરિ ભક્‍તો પધારેલા હતાં ઉત્‍સવ માં રાજકોટ ગુરુકુલ થી પુ.પા. મહંત સ્‍વામી  દેવપ્રશાદજી સ્‍વામી જુનાગઢ વર્નિદ્ર ધામ, મુંબઈ, રાજકોટ,સુરત, નીલકંઠ ધામ વિગેરે ગુરુકુલ થી સંતો પધારી દર્શન વાર્તા, કીર્તન અને આશીર્વાદ આપેલ હતા, સુંદર શણગારેલ હોડીમાં સંતો એ ઠાકોરજી ને બેસાડી નૌકા વિહાર કરાવેલ અને જળ જીલાવિયું હતું તેમજ ગૌ માતા નું પૂજન , રક્‍ત દાન કેમ્‍પ યોજાયો હતો બાળકો એ સાંસ્‍કળતિક કાર્યક્રમ આપેલ હતો ત્‍યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો. જલ જીલણી ઉત્‍સવની તસ્‍વીરો.

(1:46 pm IST)