Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગણેશોત્‍સવનું સમાપન

જૂનાગઢ : ભક્‍તકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના મેઈન બિલ્‍ડીંગ ખાતે ગણપતિ દાદાનું સ્‍થાપન કરી ભાવભેર ગણેશ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે વિસર્જન સમયે કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદી, સરકાર નિયુક્‍ત એક્‍ઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો ચંદ્રેશભાઈ હેરમા, ડો.જયભાઈ ત્રિવેદી, ભાવનાબેન અજમેરા તથા પ્રો.જીવાભાઈ વાળા, યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર ડૉ.મયંક સોની, ગણેશ ઉત્‍સવ સમિતિના કોઓર્ડીનેટર ડો.રાજેશ રવિયા, કમિટી મેમ્‍બર્સ ડો.પરાગ દેવાણી, ડો.રૂપાબેન ડાંગર, ડો.દિનેશ ચાવડા, યુનિવર્સિટીનો સમગ્ર ટીચિંગ અને નોન ટીચિંગ સ્‍ટાફ, વિદ્યાર્થીઓ વિગેરે બહોળી સંખ્‍યામાં જોડાયા હતા. સૌ કોઈએ ભાવુક બનીને ભારે હ્રદયે આવતા વર્ષે ફરી પધારવાનું આમંત્રણ આપીને ગણપતિ દાદાને વિદાય આપી હતી. વિસર્જન કરતા પહેલા કુલપતિ, સીન્‍ડીકેટ સભ્‍યો, રજીસ્‍ટ્રાર, કમિટી મેમ્‍બર્સ, ભવનના અધ્‍યક્ષો, અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ દાદાની પૂજા કરી મહાઆરતી કરવામાં આવી હતી. સૌ કોઈએ ગણપતિ દાદા પાસે સુખ, શાંતિ, સમળદ્ધિ, કીર્તિ અને તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય અર્થે પ્રાર્થના કરી હતી. યુનિવર્સિટી ખાતે ગણપતિ ઉત્‍સવના પ્રથમ દિવસથી જ માટીના ઈકોફ્રેન્‍ડલી ગણેશ ભગવાનનું સ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. વિસર્જન પણ યુનિવર્સિટીના કેમ્‍પસ ખાતે જ કરીને તે જગ્‍યાએ વડલાનું ઝાડ વાવવામાં આવ્‍યું હતું. વડને ઉછેરવાની જવાબદારી પણ સ્‍ટાફને આપવામાં આવી છે. વિસર્જન સમયે ઓરકેસ્‍ટ્રાની તમામ જવાબદારી યુનિવર્સિટીના પી. એચ.ડી.સ્‍કોલર પાર્થ મહેતાએ સંભાળી હતી.

(1:46 pm IST)