Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામનગર શહેર ઝોન કક્ષાનો કલામહાકુંભ

જામનગર : આઝાદીકા અમળત મહોત્‍સવ અંતગત રમત ગમત યુવા અને સાસ્‍કળતિક  પ્રવળતિઓ વિભાગ તથા યુવક સેવા સાંસ્‍કળતિક પ્રવળતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી-જામનગર સંચાલિત જામનગર શહેર ઝોન કક્ષાનો કલામહાકુંભ.-૨૦૨૨-૨૩ ના બેદિવસીય મહોત્‍સવમાં યોજાયેલ ગરબા, સમળહનળત્‍ય, રાસ, એકપાત્રિય અભિનય, નિબંધ, ચિત્ર, ભરતનાટયમ સમળહગીત, લગ્નગીત જેવી અનેક સ્‍પધાઓમાં ૬ વર્ષ થી ૬૦ વર્ષ ઉપરના વયજૂથના ૪ વિભાગોમાં ૫૦૦ જેટલા સ્‍પર્ધકોએ ભાગ લઇ પોતાની કળતિઓ રજુ કરી હતી.આ કલા મહાકુંભનું સફળ સંચાલન જામનગર જીલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ દ્વારા પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભગીરથસિંહ જાડેજા,ભરતભાઇ પરમાર, હિતેષભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ. મહોત્‍સવને સફળ બનાવવા નિર્ણાયકો તથા કચેરીના જે.જે. શુકલ, શકિતસિંહ જાડેજા,સહદેવભાઇ ડાભી પ્રયત્‍નશીલ રહયા હતા. વિજેતા સ્‍પર્ધકો આગામી જીલ્લા કક્ષાના કલામહાકુંભ માં ભાગ લેવા જશે. (તસ્‍વીર- અહેવાલ : વિશ્વાસ ઠકકર જામનગર)

(1:44 pm IST)