Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

લોકમેળાઓમાં જનજાગૃતિનાં કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય છે: સાંસદ વિનોદ ચાવડા

મીની તરણેતર સમા કચ્છના મોટા યક્ષના મેળામાં આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતું પ્રદર્શનનું આકર્ષણ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ૪ દિવસ સુધીના નિ:શુલ્ક પ્રદર્શનમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :   ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,ભુજ દ્વારા સાયરા મોટા યક્ષના મેળામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી  પ્રદ્યુમનસિંહ જાડેજા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીપારૂલબેન્ન કારા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીજયસુખભાઇ પટેલ, મોટા યક્ષ મેળા સમિતિ પ્રમુખ શ્રીધીરુભાઇ પટેલ, સરપંચ શ્રીકમળાબેન  પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી જયાબેન ચોપડા, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ ના અધિકારી કે. આર. મહેશ્વરી અને  સૌરાષ્ટ્ર ઝોનનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ જિલ્લાના અન્ય અધિકારી- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદશ્રી એ દિપ પ્રાગટ્ય દ્વારા આ લોકસંપર્ક કાર્યક્રમને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો.

            કેન્દ્રીય સંચાર બ્યુરો,સૌરાષ્ટ્ર ઝોનનાનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનનાં સ્વાગત સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ  કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે મોટા યક્ષના મેળામાં કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી ના ભાગરૂપે પોષણ અભિયાનમાં જન ભાગીદારી વધારવાનો પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે જ લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તે માટે અહીં વિશાળ પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે જ કેન્દ્ર સરકારની  વિવિધ યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતિ સાથે માર્ગદર્શન પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાશે. 

              

           લોકમમેળાઓમાં આવા જનજાગૃતિનાં કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય છે તેવું જણાવી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ તેમના ઉદબોધન માં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનાં દેશભક્તિ અને દેશહિતના કાર્યોમાં દેશના લોકો પણ હોંશભેર જોડાઇ રહ્યાં છે તે વાતનો આનંદ છે. હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી તેનું તાજુ ઉદાહરણ છે. વધું તેમણે ભુજનાં સ્મૃતિવનમાં લાખોની સંખ્યા ઉગેલા વૃક્ષો પર્યાવરણ ના જતનની સાથે ભુજની સુંદરતા માં વધારો કરી રહ્યાં છે. ત્યારે તેમણે લોકો સ્મૃતિવન માં જઈ હજુ વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમને બીરદાવતાં  સંસદશ્રી એ કહ્યું કે આવા આયોજનો થકી છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓની જાણકારી પહોંચે છે સાથેસાથે જાગૃતતા અભિયાનમાં જનભાગીદારી વધે છે. માટે આવા આયોજનો અભિનંદનને પાત્ર છે.

          આ વિશેષ કાર્યક્રમના પ્રથમ દિવસે પોષણ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને સાંસદશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વરછતાના સંદેશ સાથે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

          મહત્વનું છે કે મોટા યક્ષ ખાતે આયોજિત આ પ્રદર્શન તારીખઃ11 થી 14 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે.

(1:43 pm IST)