Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

અમરેલી પંથકમાં મોટુ જુગારધામ ઝડપાયું: ૨૩ શખ્‍સો સાથે ૧૦ લાખથી વધુ રોકડ જપ્‍ત

ગાંધીનગરથી સ્‍ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય ટીમ ત્રાટકતા સૌરાષ્‍ટ્રની જુગારી આલમ અને પોલીસ સ્‍તબ્‍ધઃ સૌરાષ્ટ્‌ભરમાંથી પત્તા પ્રેમીઓ જુગાર રમવા આવતા હતાઃ જુગાર રમવા માટે ભેગા કરી વ્‍યવસ્‍થા કરનાર શખ્‍સની ભારે શોધખોળ : આશિષ ભાટિયાના અને સ્‍ટેટ મોનીટરીંગ સેલ એસપીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર સ્‍ટાફને વધુ એક સફળતાઃ વરસાદને કારણે ગાંધીનગર ટીમ થોડી રાહ જોયા બાદ તુરંત ખાબકી, હજુ ટીમ દ્વારા અમરેલીમા કાર્યવાહી ચાલી રહી છેઃ સ્‍ટેટ મોનીટરીંગ સેલ dysp કે.ટી.કામરિયા સાથે અકીલાની વાતચીત

રાજકોટ, તા.૧૨: અમરેલી પંથકમાં મોટું જુગારધામ ચાલી રહ્યાની ચોક્કસ બાતમી આધારે મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળના સ્‍ટેટ મોનીટરીંગ સેલની નિર્લિપ્ત રાય ટીમ ત્રાટકી ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને રાજકોટ સહિતના ૨૩ જેટલા શખ્‍શોને ટોટલ ૧૦ લાખથી વધુ રોકડ રકમ મુદ્દામાલ સાથે ઝડપી લેવાતા સૌરાષ્‍ટ્ર ભરની જુગારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.                                 

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલના dysp કે.ટી. કામરિયાએ જણાવેલ કે અમરેલી પંથકના સથામા ગામે જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યાં હોવાનું અને સૌરાષ્‍ટ્ર ભરમાંથી લોકો જુગાર રમવા આવી રહ્યાની બાતમી સ્‍ટેટ મોનિટરીંગ સેલ સુધી પોહચતા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અમરેલી પંથકના એસપી પદે ફરજ બજવનારા સ્‍ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય દ્વારા ટીમ સાથે આખી રણ નીતિ નક્કી કરી અને રેડ કરવામાં આવી હતી.            

જુગાર રમવાના આરોપસર સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર અડ્ડો ચલાવવાના કહેવાતા આરોપસર  પુંજાભાઈ જીવાભાઈ સહિત કુલ ૨૩ આરોપી સામે કાર્યવાહી કરી હતી. અન્‍ય જે શખ્‍શો સામે જુગાર ધારા કલમ ૪,૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જયરાજભાઈ પુંજાભાઈ, રઘુભાઈ ધીરુભાઈ, ભગીરથભાઈ જીતુભાઈ, અલ્‍પેશ ભાઈ જયંતીભાઈ, કમલેશ ધીરુભાઈ, પુનાભાઈ હીરાભાઈ, વિજયભાઈ ગોરધનભાઈ, પ્રફુલભાઈ વિઠલભાઈ, વિષ્‍ણુભાઈ દિનેશભાઈ, સમંતભાઈ ધીરુભાઈ, સુરેશભાઈ મોહનલાલ, વિમલભાઈ હર્ષદભાઈ, આ તમામ અમરેલી સાથે જગદીશભાઈ તળશીભાઈ, વનરાજસિંહ ભીખુભા, મિતુલભાઇ મધુભાઈ, કૌશિકભાઈ વસંતભાઈ, રાજુભાઈ ગણેશભાઈ, અનિરુધ્‍ધ સિહ બળવંતસિંહ, તમામ ભાવનગર સામે કાર્યવાહી કરી છે.                  

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ઉપરાંત ભરતભાઈ કરશનભાઈ, રાજકોટ અને  તખુભાઇ સોલંકી બોટાદ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સ્‍ટેટ મોનીટરીંગ સેલના dysp કે.ટી. કામરિયા દ્વારા જણાવવામાં આવેલ. રેડ માટે ગાંધીનગર થી અનેક સફળ રેડ કરી ચૂકેલા અને રાજકોટ સહિત યશસ્‍વી ફરજ બજવનારા પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર સહિત સ્‍ટાફ દ્વારા કાર્યવાહી થયેલ. રેડ આગલા દિવસે જ પડી જાત પરંતુ વરસાદને કારણે રેડ બીજા દિવસે પડી છે.

એ.પી. કે.ટી. કામરિયા દ્વારા વિશેષમાં જણાવેલ કે  જુગાર રમવા માટે જુગાર શોખીનોને સૌરાષ્‍ટ્રમાંથી ભેગા કરવા માટે  જીગરભાઈ નામની વ્‍યક્‍તિનું નામ ખુલતા તેની શોધ ખોળ ચાલી રહી છે.

(11:50 am IST)