Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમાં ન્‍હાવા પડેલ પટેલ યુવકનું ડુબી જવાથી મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૨ : જસદણ ગોખલાણા રોડ ઉપર આવેલ આડી ભાદર નદીમા નહાવા પડેલ મુળ વિરનગરના અને હાલ જસદણ રહેતા યશ પ્રવિણભાઈ શેખલીયા ઉ.વર્ષ ૧૮ને તેના પિતાએ વાડીએ જવા ભાઇ સાથે મોકલ્‍યો હતો રસ્‍તામા મિત્રો સાથે ન્‍હાવા પડતા નદીના કાદવમા ખુંચી જવાથી યશનુ મોત થતા પરિવારમા માતમ છવાઈ ગયો છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મુળ વિરનગરના અને હાલ જસદણ રહેતા અને ખેતી સાથે હીરા ધસવાનો વ્‍યવસાય કરતા પ્રવિણભાઈ સેખલીયાની જસદણ- વાવડા રોડ ઉપર વાડી આવેલી છે.

બપોર પછી વાડીએ કામ હોય પ્રવિણભાઈએ યશ અને તેના મોટા પુત્ર મેહુલને વાડીએ જવાનુ કહેતા બંન્ને ભાઇ તેના મિત્રો સાથે વાડીએ જવા જસદણથી નિકળયા હતા.

ગઈકાલે બહુ ગરમી અને બફારો હોય રસ્‍તામાં આવતી આડી ભાદર નદીમા બધા ન્‍હાવા પડ્‍યા પરંતુ નદીમા કાદવ હોય યશ તેમા ખુંચી ગયો હતો અને થોડીવાર સુધી બહાર ન આવતા બધાએ ગોતાગોત સાથે રાડા-રાડી કરી બધાને જાણ કરતા સ્‍થાનિક તરવૈયાઓ યશને ગોતવા મહેનત કરી હતી પરંતુ યશ ન મળતા જસદણ પાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી આવી કાદવમા ખુચી ગયેલ યશને શોધી કાઢ્‍યો હતો પરંતુ સમય જાજો પસાર થયો હોય યશનુ મોત થયુ હતુ.ᅠમરનાર યશ કોલેજના પ્રથમ વર્ષમા અભ્‍યાસ કરતો હતો.ᅠ

આ બનાવની જાણ થતા જસદણ પાલિકાના પ્રમુખના પતિ અલ્‍પેશભાઇએ તાત્‍કાલિક ફાયર ટીમને મોકલી હતી તેમજ પાલિકાના પુર્વ પ્રમુખ ભરતભાઇ છાયાણી. આટકોટ જીલ્લા પંચાયતનાજ સભ્‍યના પતિ પરેશભાઈ રાદડીયા સહીત આગેવાનો ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

જુવાનજોઘ પુત્ર યશના મોતથી પરીવારમા અને પટેલ સમાજના શોક છવાઈ ગયો છે.

મોટાભાઇની નજર સામે નાનાભાઇનું મોત : ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ૨ કલાકની જહેમત બાદ યુવાનની લાશને પાણીમાંથી બહાર કાઢી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૨ : ન જાણ્‍યું જાનકી નાથે સવારે શું થવાનું છે આવું જ કાલે જસદણમાં બન્‍યું છે.

જસદણમાં ગોખલાણા રોડ પરથી પસાર થતી આડી ભાદર નદીમાં બે સગા ભાઈઓ અને તેના બે મિત્રો ન્‍હાવા માટે પડ્‍યા હતા. જેમાં બન્ને ભાઈઓ પૈકી નાનોભાઈ ન્‍હાતા-ન્‍હાતા પાણીમાં ડૂબી જતા અન્‍ય ત્રણેય યુવાનોએ તેને બચાવવાના બનતા પ્રયાસો કર્યા હતા. પરંતુ ડૂબેલો યુવાન હાથ ન લાગતા તાત્‍કાલિક તેના પિતાને જાણ કરતા તેઓ દ્વારા જસદણ ફાયર બ્રિગેડ અને જસદણ પોલીસને જાણ કરાઈ હતી. જેથી જસદણ ફાયર બ્રિગેડના જવાનો પ્રતાપભાઈ સોલંકી, મજીદભાઈ ગાંધી, અશોકભાઈ ભંડેરી, રાજુભાઈ વાળા સહિતની ટીમ ૪ તરવૈયાઓ સાથે ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને પાણીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. જોકે તરવૈયાઓએ ૪ કલાક સુધી યુવાનની શોધખોળ કર્યા બાદ અંતે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્‍યો હતો. બાદમાં મૃતક યુવાનની લાશને ૧૦૮ ની મદદથી જસદણની સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી. આ બનાવના પગલે પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ ઘટનામાં જસદણ પોલીસે મૃતક યુવાનના મિત્ર સહિતના પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ᅠ

મોટાભાઇની નજર સામે જ નાના ભાઇનું મોત થતા મોટોભાઇ મેહુલ અને તેના મિત્રો હજુ આઘાતમાં

મૃતક યુવાનને તેના પિતાએ વાવડા ગામે વાડીએ જવા મોકલ્‍યો હતો, પણ રસ્‍તામાં ન્‍હાવાની ઈચ્‍છા જાગતા ચારેય યુવાનો ચેકડેમમાં ન્‍હાવા પડતા મોત મળ્‍યું

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જસદણ તાલુકાના વીરનગર ગામનો અને હાલ જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલી સ્‍વામીનારાયણ નગર-૨જ્રાક્રત્‍ન રહેતો તેમજ આટકોટની કોલેજમાં પહેલા વર્ષમાં અભ્‍યાસ કરતો યસ પ્રવિણભાઈ શેખલીયા(ઉ.વ.૧૮), તેનો મોટોભાઈ મેહુલ અને તેના બે મિત્રો ધાર્મિક તથા પ્રકાશ ચારેય મિત્રો બે બાઈક લઈને બપોરના ૩ વાગ્‍યા આસપાસ બાબરા તાલુકાના વાવડા ગામે આવેલી યસની વાડીએ જતા હતા. ત્‍યારે રસ્‍તામાં જસદણના ગોખલાણા રોડ પરથી પસાર થતી આડી ભાદર નદીના ચેકડેમમાં ન્‍હાવાની ઈચ્‍છા જાગતા ચારેય યુવાનો ન્‍હાવા માટે પડ્‍યા હતા. ત્‍યારે અચાનક યસ પાણીમાં ડૂબવા લાગતા ત્‍યાં હાજર તેનો મોટોભાઈ અને તેના બે મિત્રો બુમાબુમ કરવા લાગ્‍યા હતા અને ડૂબતા યુવાનને બચાવવા માટે અથાગ પ્રયત્‍નો કર્યા હતા. જોકે ત્રણેય યુવાનો તેના ડૂબતા મિત્રને બચાવી ન શકતા આખરે તેના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં તેના પરિવારજનોએ જસદણ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ૪ કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢ્‍યો હતો. મૃતક યુવાન બે ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બનાવમાં મૃતકના પિતાએ બન્ને ભાઈઓને વાવડા ગામે આવેલી વાડીએ જવા માટે મોકલ્‍યા હતા. જેથી બન્ને ભાઈઓ તેના અન્‍ય બે મિત્રોની સાથે બે બાઈક લઈને ઘરેથી નીકળ્‍યા હતા. ત્‍યારે રસ્‍તામાં ન્‍હાવા માટે ચારેય યુવાનો ચેકડેમમાં પડતા નાનાભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતક યુવાનના મિત્ર ધાર્મિકે રડતી આંખે જણાવ્‍યું હતું કે, અમે ચારેય યુવાનો યસની વાડીએ બે બાઈક લઈને જતા હતા. ત્‍યારે આડી ભાદર નદીના ચેકડેમમાં ન્‍હાવા પડતા તેનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું.

(10:44 am IST)