Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબીના ઊંટબેટ ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

મોરબી તાલુકાના ઊંટબેટ (સામપર) ગામના રહેવાસી ૩૦ વર્ષના યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હોય જે બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના ઊંટબેટ (સામપર) ગામના રહેવાસી મોહનભાઈ અરજણભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

 

(10:54 pm IST)