Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબી: ‘વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કોઈ વેદના સાંભળશે ?’, પત્રિકા વાઇરલ

બસ સ્ટેન્ડમાં શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને છેલ્લા ૨ માસથી અનિયમિત રીતે આવતી બસને કારણે ભારે હાલાકી

મોરબીમાં એક પત્રિકાએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ‘વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કોઈ વેદના સાંભળશે ?’નું લખાણ લખાવમાં આવ્યું છે. હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે બસ સ્ટેન્ડમાં શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને છેલ્લા ૨ માસથી અનિયમિત રીતે આવતી બસને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ક્યારેક તો બસ મળતી જ નથી જેથી ઘરે પહોંચવામાં પણ મુશ્કેલી થાય છે. તો કોઈ વાર અચાનક અનેક બસ કેન્સલ થઈ જતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ સમયસર પહોંચી નથી શકતા. ઉલ્લેખનીય છે કે આ પત્રિકા હાલ શહેરભરમાં વેચવામાં આવી રહી છે અને કોણ વેચી રહ્યું છે તે જાણી શકાયું નથી.

ઘણીવાર બસ નિયત સમય કરતા ૨ કલાક કે તેનાથી પણ મોડી આવે છે. આ મામલે વિધાર્થીઓએ અનેકવાર તંત્રવાહકોને રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ મુદ્દે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે,કહું અધિકારીઓ પણ છેલ્લા એક સપ્તાહથી આવ્યા નથી. ત્યારે આ વાઇરલ થયેલી પત્રિકાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.
 
શું લખ્યું છે પત્રિકામાં
હાલ વાઇરલ થયેલી પત્રિકામાં તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે,  મોરબી જીલ્લાની આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓની અત્યંત ખરાબ પરિસ્થિતીમાં અભ્યાસ માટે અપડાઉન કરી રહ્યા છે ત્યારે એસ.ટી. તંત્રની બેદરકારીઓના કારણે વિદ્યાથીઓ સમયસર સ્કુલ-કોલેજમાં પહોંચી શકતા નથી. તેમજ શાળા-કોલેજથી છુટ્યા બાદ ઘરે પણ સમયસર પહોંચી ન શકતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથો સાથો એવું પણ જણાવાયું છે કે, બસના સમયપત્રકને પગલે વાલીઓના મનમાં પણ ઉચાટ રહે છે અને તેઓ પણ વિધાર્થીઓની સતત ચિંતામાં રહેતા હોવાને કારણે સમયસર ભોજન નથી અને વિધાર્થીઓની રાહ જોયા કરે છે.. આવું ક્યાં સુધી ?
વધુમાં પત્રિકામાં જણાવાયું છે કે, મોરબી એસ.ટી. બસ સ્ટેશન ખાતે અવાર-નવાર બસના સમયની રજુઆતો કરવા માટે કોઇ પણ જવાબદાર અધિકારીએ વિધાર્થીઓની ફરીયાદ-વેદના સાંભળવા હાજર હતા નહીં તેમજ ત્યાંથી એવું જણાવવામાં આવે છે કે ઓવરએજ ૨૦ કી. મી. વાળી બસો ચલાવવામાં આવ છે. પુરતો માલ સામાન પણ મળતો નથી અને પુરતા મિકેનીક કર્મચારીઓ નથી જેથી રીપેરીંગના અભાવે બસોની ઘટ રહે છે, જેથી મોરબીની બસની પરિસ્થિતી પણ અત્યંત ખરાબ હાલતમાં છે. ત્યારે જો રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિધાર્થીઓ આંદોલન કરશે તેવી ચીમકી પણ પત્રિકામાં ઉચ્ચારવામાં આવી હતી.

 

(10:50 pm IST)