Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

માળિયા હાઈવે પરથી કારમાં ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

 માળિયા કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થતી કારને આંતરી પોલીસે તપાસ કરતા ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હોય જેથી પોલીસે દારૂ અને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે        માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા કચ્છ હાઈવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી કાર જીજે ૧૨ એફએ ૫૧૦૭ પસાર થતા કારને રોકી તલાશી લીધી હતી જે કારમાં ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ કીમત રૂ ૨૪૦૦ મળી આવતા પોલીસે દારૂ, મોબાઈલ અને કાર કીમત રૂ ૮ લાખ મળીને કુલ રૂ ૮,૦૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી દીપકકુમાર જયનારાયણ સિંહ રહે મોરબી ઓમકાર રેસીડેન્સી મૂળ રહે બિહાર વાળાને ઝડપી લીધો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(10:47 pm IST)