Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવાર-મંગળવાર વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાશે

'વિશ્વાસથી વિકાસ યાત્રા'' અંતર્ગત જિલ્લા કક્ષાના રૂ. ૩૩.૧૪ કરોડ, ખંભાળિયા પ્રાંત કક્ષાના રૂ. ૧૧.૫૧ કરોડ અને દ્વારકા પ્રાંત કક્ષાના રૂ.૪.૮૫ કરોડના લોકાર્પણ/ખાતમૂહૂર્ત થશે:ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે.જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

દેવભૂમિ દ્વારકા:ગુજરાત સરકાર દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ/ખાતમૂહર્ત અંગે "વિશ્વાસથી વિકાસ યાત્રા'નું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમની ઉજવણી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન માટે ઇબ્ચમર્જ કલેક્ટર ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન  કરવામાં આવ્યુ હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રાકાર્યક્રમ અંતર્ગત તા. ૧૨ સપ્ટેમ્બરના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબહેન મોરીના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં તથા સાંસદ પૂનમબહેન માડમના અધ્યક્ષ સ્થાને ખંભાળિયા ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં દ્વારકા પ્રાંત કક્ષાના રૂ. ૪.૮૫ કરોડ અને ખંભાળિયા પ્રાંત કક્ષાના રૂ.૧૧.૫૧ કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો આવરી લેવાશે.

ઉપરાંત તા. ૧૩ સપ્ટેમ્બરના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબહેન મોરીની અધ્યક્ષતામાં "વિશ્વાસથી વિકાસ યાત્રાકાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે. જેમાં જિલ્લા કક્ષાના રૂ. ૩૩.૧૪ કરોડના ખર્ચે ૯ કામોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

 

(10:02 pm IST)