Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૧૬ મીથી ઓખા ખુર્દારોડ (ઓડીસા) પેસેન્જર ટ્રેન

૧૭૫ દિવસ બાદ સૌરાષ્ટ્રમાંથી પેસેન્જર ટ્રેન દોડાવાશે

ઓખા,તા.૧૨ : લોકડાઉન જાહેર થયા બાદ આશરે ૧૭૫ દિવસ બાદ સૌરાષ્ટ્રમાંથી આગામી તા. ૧૬ સપ્ટેમ્બરે ઓખા-ખુર્દા(ઓડીસા) સ્પેશ્યલ પેસેન્જર ટ્રન દોડાવાશે. આ ટ્રેનનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

માર્ચમાં યાત્રી ટ્રેનો બંધ થયા બાદ આ પ્રથમ ટ્રેન દોડાવાશે. રેલ્વે મંત્રાલય દ્વારા મુસાફરોની સુવિધા માટે નવા અત્યાધુનિક એલ એચ બી કોચ સાથે સપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનંુ આયોજન કરાયુ છે. આ સ્પેશિયલ ટ્રેન ઓખા પુરી સાપ્તાહિક ટ્રેન જ છે. પરંતુ હાલ તે પરીથી ૪૪ કિલોમીટર પહેલા આવતા ખુર્દા સ્ટેશન સુધી દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેન ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ થી દર બુધવારે સવારે ૮:૩૦ વાગ્યે ઓખાથી ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૮૪૦૧ ખુર્દા રોડ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ થી દર રવિવારે સવારે૧૦:૪૦ વાગ્યે ખુર્દા રોડથી અને ત્રીજા દીવસે બપોરે ૧૩:૫૦ વાગ્યે ઓખા આવશે.  આટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, મલકાપ્ર, અકોલા, વિશાખાપટનમ, વિઝિયાનાગરામ, શ્રીકાકુલમ રોડ અને બ્રહભપુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં કુલ રર કોચ રહેશે. ટ્રેનમાં સેનિટાઈઝર સાથે રાખવુ. ફેસ માસ્ક લગાવવું સામાજીક અંતરને અનુસરવા સહિતના નિયમોનું પાલન કરવુ પડશે. ટ્રેન નંબર ૦૮૪૦ર૨નુ બૂકીંગ  ઓનલાઈનશરૂ થયેલ છે.

(11:29 am IST)