Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોરબી-વાંકાનેર-હાઇવે પર કાર ડિવાઇડર પર ચડી ગઇ

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે પર કુબેર સિનેમા નજીક વિશાલ ફર્નિચર સામે રાત્રીના સુમારે જી.જે. ૩૬ બી ૩રર૮ નં. ની કાર કોઇ કારણોસર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું હતું. જો કે કારમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણવા મળ્યું હતું પરંતુ સદ્નસીબે કોઇને ઇજા ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:55 am IST)