Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ફરજમાં બેદરકારી બદલ કંડલા પોર્ટના બે મેડિકલ ઓફિસરોને ચેરમેને સસ્પેન્ડ કરતા ચકચાર

ભુજ, તા.૧૨:  કંડલા પોર્ટ દ્વારા પુરી પડાતી આરોગ્ય સેવા અંતર્ગત તબીબો દ્વારા દર્શાવાતી બેદરકારી વિશેની ફરિયાદો છેક શિપિંગ મંત્રાલય સુધી પહોંચ્યા બાદ તેના પડઘા પડ્યા છે. દિન દયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ના ચેરમેન એસ. કે. મહેતાએ કડકાઈભર્યું વલણ દર્શાવીને ફરજમાં બેદરકારી દર્શાવનાર બે મેડિકલ ઓફિસરો વિરુદ્ધ સસ્પેનશન જેવા આકરા પગલાં ભર્યા છે.

ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર સુભાષ શર્મા અને સીનીયર મેડિકલ ઓફિસર ડો. રવિન્દ્ર મલિકને પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાએ સસ્પેન્ડ કરી દીધા છે.  જોકે, ડીપીટીના ચેરમેન એસ.કે. મહેતાએ ફરજમાં બેદરકારી દર્શાવનાર પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિરુદ્ધ આકરા પગલાં ભરવાની અગાઉ ચેતવણી પણ આપી હતી. એક સાથે બબ્બે અધિકારીઓના સસ્પેનશને કંડલા પોર્ટના કર્મચારી વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.

(11:37 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST