Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કચ્છના માધાપરમાં જુથ અથડામણ-હત્યામાં ૯ની ધરપકડ

 ભુજ તા.૧૨: ગત અઠવાડિયે ભુજના માધાપર ગામે હબાય ગામના આહીરો ના બે જુથ વચ્ચે થયેલા ધીંગાણા અને તેમાં એક શખ્સની થયેલી હત્યાના કેસમાં પોલીસે ૯ આરોપીઓની ધરપકડ કરી છે. ભુજ ડી ડિવીઝન પોલીસે હબાય ગામના હરિ લક્ષમણ કેરાસીયાની હત્યા બદલ દામજી હમીર ડાંગર, હરિ હમીર ડાંગર, હમીર ગોપાલ કેરાસીયા, માવજી ગોપલ ડાંગર, રમેશ હમીર ડાંગર, પ્રેમજી હમીર ડાંગર, નરસી લક્ષમણ કેરાસીયા, રોહિત વાલજી કેરાસીયા, પ્રવિણ વાલજી કેરાસીયાની ધરપકડ કરી છે. હબાય (તા.ભુજ) ગામે ચાલતી રેતી ચોરી અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાલતા વેરઝેર અને ડખ્ખા બાબતે આહીરોના બે જુથ વચ્ચે ભુજ-માધાપર હાઇવે ઉપર જાહેરમાં સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં એકનું મોત નિપજયું હતું જયારે ૪ ને ઇજાઓ થઇ હતી. આ બનાવમાં બંને જુથના કુલ મળીને ૧૪ શખ્સો વિરૂદ્ધ ભુજ ડી ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી અત્યારે ૯ આરોપીઓની ધરપકડ થઇ છે.(૧.૩૨)

(3:30 pm IST)