Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ધારીનાં ડેડાણમાં કોંગ્રેસનાં બંધના એલાનમાં વેપારીઓ જોડાયા

ડેડાણ, તા. ૧ર : કોંગ્રેસ પક્ષ દ્વાર ભારત બંધના એલાનમાં ડેડાણ ગામ પણ સંપૂર્ણ બંધ પાળ્‍યો હતો. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવના કારણે બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ડેડાણ ગામને બંધ પાળવાનું જોહર બોર્ડ તેમજ કાર્યકરો દ્વારા વેપારીભાઇને આ બંધના એલાનમાં જોડાવવા અપીલ કરી હતી.

તમામ વેપારીભાઇઓએ બંધ પાળીને આ ભાવ વધારા વેટ વિરોધ કરી બંધ પાળ્‍યો છે. ડેડાણમાં કોંગ્રેસને સારી સફળતાના પ્રતિસાદ મળ્‍યો હતા.

વેપારીભાઇએ પોતપોતાના ધંધા બંધ રાખીને આસંમેલનમાં જોડાણા છે.

(12:07 pm IST)