Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મોરબીના જાંબુડિયામાં આઠ ગાયોના ભેદી મોતથી અરેરાટી :જીવદયા પ્રેમીઓમાં આક્રોશની લાગણી

 

મોરબી નજીકના જાંબુડિયા ગામના પશુપાલકોની આઠ ગાયો ભેદી સંજોગોમાં મૃત્યુ પામી હોય જે બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે તો બનાવને પગલે પશુ ડોક્ટર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે

  અંગેની વિગત મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામના મચ્છોનગરના રહેવાસી પશુપાલક માલાભાઈ કલાભાઈ અને અમરભાઈ નાનુભાઈ ગઈકાલે સીમમાં આવેલી વીડીમાં ગાયો ચરાવી પરત ફર્યા હતા ત્યારે આઠ માંથી પાંચ ગાયોના મોત થયા હતા તો વધુ ત્રણ ગાયોના આજે સવારે મોત થયા હતા અને આઠ ગાયોના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી તેમજ ગાયોના મોત ઝેરી અસરથી થયાની પ્રબળ આશંકા સાથે પશુ ડોક્ટરની ટીમ દોડી ગઈ હતી

બનાવ સંદર્ભે પશુ ડોક્ટર અમિત કાલરીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખોરાકની ઝેરી અસરથી ગાયોના મોત થયા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવ્યું હતું.

(9:30 am IST)
  • રાજકોટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચનું ઓનલાઈન બુકીંગ કાલથી શરૂ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટના ખંઢેરી મેદાનમાં તા.૪ થી ૮ ઓકટોબર દરમિયાન યોજાયેલ ટેસ્ટ મેચ માટેની ઓનલાઈન ટીકીટનું આવતીકાલે તા.૧૩ને ગુરૂવારના રોજથી બપોરે ૧૨:૩૦ વાગ્યાથી વેચાણ શરૂ થશે : વધુ વિગત માટે તેમજ ટિકીટ મેળવવા માટે www.saucricket.com વેબસાઈટ સર્ચ કરવી. access_time 3:36 pm IST

  • બંગાળ-ઉતર-પૂર્વ ભારતનાં ભૂકંપઃ તીવ્રતા ૫.૬: ૨૫ થી ૩૦ સેકન્ડ અનુવાયા ભૂકંપના આંચકાઃ જાનમાલના નુકશાનના અહેવાલ નથી access_time 11:55 am IST

  • શેરબજાર ફરી તેજીના માર્ગે : સેન્સેકસ રપ૦થી વધુ અપઃ રૂપિયો બપોરે ૭ર.૩૮ : મુંબઇ : શેરબજારમાં બે દિવસના કડાકા બાદ ફરી રોનક : બપોરે ર-૩૦ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ વધીને ૩૭૬૯૦ અને નીફટી ૮૧ પોઇન્ટ વધીને ૧૧૩૬૮ ઉપર છે : ડોલર સામે રૂપિયો સુધર્યો : છેલ્લો ભાવ ૩ર પૈસા તૂટીને ૭ર.૩૮ : ઇન્ટ્રા-ડે ૭ર.૯૧ ભાવ દર્શાવ્યો access_time 3:34 pm IST