Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ધોરાજીની યુનિક સ્કૂલ દ્વારા રેલી

ધોરાજી : યુનિક સ્કૂલ ઓફ સાયન્સ - ધોરાજી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલી યુનિક સ્કૂલ ઓફ સાયન્સ, સ્ટેશન પ્લોટ, ધોરાજીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન પ્લોટ, ગેલેકસી ચોક, જેતપુર રોડ, હિરપરા વાડી, ચારધોકા ચોક થઈને રોકડીયા હનુમાન પાસે રેલી પુર્ણ થયેલ. રેલીમાં ધોરાજીના મામલતદાર કિશોરભાઈ જોલાપરા, ધોરાજીના ચિફ ઓફિસર ચારૃબેન મોરી તથા ટ્રસ્ટી છગનભાઈ વથાસિયા, મહેશભાઈ પટેલ, જયદિપભાઈ વોરા, મિહિરભાઈ શિરપરા, કેવિનભાઈ હિરપરા, રોહિતભાઈ લકકડ , ભાવેશભાઈ ચિરપરા, તથા ધોરણ-૮ થી ૧૨ ના તમામ વિધ્યાર્થીઓ તથા વિધાર્થીનીઓએ  રેલીમાં ભાગ લીધેલ. ધોરાજી શહેરની પ્રજાજનો, વેપારીવર્ગ, તથા વાલીગણોએ ફૂલોથી તથા નારા લગાડીને આ રેલીનું સ્વાગત કરેલું.

(1:24 pm IST)