Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટ જીલ્લામાં જુગારની મોસમ ખીલી ૮ દરોડામાં ૬પ પતાપ્રેમી ઝપટે ચડયા

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ જીલ્લામાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેમ અલગ-અલગ ૮ દરોડામાં ૬પ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા. ધોરાજીમાં ૬, ગોંડલના ગોમટા ગામે ૯, ગોંડલના ગુંદાસરા ગામે ૯, આટકોટના મોટા દડવામાં ૮, ગોંડલમાં ૭, પડધરીના મોટા ખીજડીયા ગામે ૧૦, ભાયાવદરના મોટી વાવડી ગામે ૭ તથા ભાડલાના રામળીયા ગામે ૯ પતતાપ્રેમીઓને પોલીસે પતા ટીંચતા ઝડપી લીધા હતાં.

(12:32 pm IST)