Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પોરબંદર ના ભારવાડા ગામેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર કેસ સહીત ઈંગ્લીશ દારૂના જથ્થાના ત્રણ અલગ અલગ કેસો શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

પોરબંદર :::જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષકશ ડૉ.રવિ મોહન સૈની દ્વારા હાલમા ચાલી રહેલ સાતમ-આઠમના પર્વ દરમ્યાન જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવીનાઓ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ASI બટુકભાઇ વિંઝુડા તથા PC દિલીપભાઇ મોઢવાડીયા ને મળેલ ચોકકસ હકિકત આધારે નીચે મુજબના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના ત્રણ અલગ અલગ કેસો પકડી પાડેલ જે પૈકી એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે. અને ઉદ્યોગનગર તથા બગવદર પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ  છે.  

આરોપી (૧) વૈભવ દિનેશભાઇ સામાણીઉ.વ.૨૫ રહે.બોખીરા વાછરાદાદાના મંદિર પાસે પોરબંદર.

નહિ પકડાયેલ (૨) કાના રામા મૈયારીયારહે, ભારવાડા, ધારડીસીમ તા.જી.પોરબંદર ઉદ્યોગ નગર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે રોડ ઉપર થી ઝડપી પાડયા છે

      આરોપી વૈભવ સામાણીએ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાની અલ્ટો મારૂતી સુઝુકી સીલ્વર કલરની જેના રજી.નં. GJ-25J-3498 વાળી કિ.રૂા.૧,૦૦,૦૦૦/- માં બોક્ષ નંગ-૩ માં રોયલ સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૩૬ કિ.રૂા.૧૪,૪૦૦/- તથા મો.ફોન-૧ કી.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૧૭,૪૦૦/-નાં મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અને સદર ઇગ્લીશ દારૂની બોટલો આરોપી નં.(૨) પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો છે.

      જ્યારેઆરોપી (૧) રાજેશ ઉર્ફે રાજુ પ્રવિણભાઇ ફાફડીયા ઉ.વ.૩૫ રહે.બગવદર એસ.બી.આઇ. બેંકની પાસે જી.પોરબંદર નહિ પકડાયેલ (૨) કાના રામા મૈયારીયારહે. ભારવાડા, ધારડીસીમ તા.જી.પોરબંદર- બગવદર એસ.બી.આઇ. બેંક પાસે ક્રિષ્નાપાન નામની દુકાન પાસે રોડ ઉપર, પોરબંદર ને ઝડપી પાડયા છે

*ટુકવિગત* :- આરોપી નં.(૧) નાએ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાની મારૂતી સુઝુકી ઝેન એલેક્સ જેના રજી. નં. GJ- 10F -7505 વાળી કિ. રૂા.૧,૦૦,૦૦૦/- માં મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૩૬ કિ. રૂા.૧૩,પoo/- તથા મો.ફોન -૧ કી. રૂ.૫૦૦૦/- મળી કુલ કિ. રૂા.૧,૧૮,પoo/-નાં મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અને સદર ઇગ્લીશ દારૂની બોટલો આરોપી નં.(૨) પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.

 આરોપી (૧) કાના રામાભાઇ મૈયારીયા ઉ.વ-૩૨, રહે.ભારવાડા, ધારડીસીમ તા.જી.પોરબંદર

નહિ પકડાયેલ (૨) ભાવેશ આહિર રહે.જુનાગઢ મો.નં. ૭૫૬૭૬ ૯૬૩૦૨ વાળો 

જગ્યા :- બગવદર ભારવાડા, ધારડીસીમ આરોપીના નં(૧) ની વાડીએથી જી.પોરબંદર 

   આરોપી નં.(૧) નાએ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં ગે.કા.ભારતીય બનાવટના રોયલ સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૪૦ કિ. રૂા.૧૬,૦૦૦/- તથા મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૩૨ કિ. રૂા.૧૨,૦૦૦/- તથા મો.ફોન નંગ-૧ કી. રૂ.૫૦૦/- મળી કુલ કી. રૂ.૨૮,૫૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવી સદર દારૂનો જથ્થો આરોપી નં.(૨) પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો છે.

 

આ કામગીરીમા પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC રવિભાઇ ચાઉ, સલીમભાઇ પઠાણ, મહેશભાઈ શિયાળ, PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા, વિગેરે રોકાયેલ હતા.

(12:23 pm IST)