Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

હાલારમાં મેઘાનું જોરઃ અન્યત્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં હળવો વરસાદઃ જન્માષ્ટમીએ કાનાના જન્મોત્સવને શ્રાવણી સરવડાથી વધાવતા મેઘરાજાઃ કચ્છના મુંદ્રામાં ૩ ઇંચ

રાજકોટ,તા. ૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં આજે જન્માષ્ટમી પર્વ પ્રસંગે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઇ કાલથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં મેઘરાજાનું જોર રહ્યું હતું અને ઝાપટાથી માંડીને ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે અન્યત્ર શ્રાવણના સરવડા રૂપી વરસાદ વરસી રહ્યો છે.

ગઇ કાલે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શર થયો હતો.

કચ્છ

ભુજઃ  કચ્છમાં સાતમ આઠમ દરમ્યાન વરસાદી માહોલ જામ્યો છે. કાલે બપોરે થી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ભુજમાં જામી ગયો હતો. ભુજ ઉપરાંત અંજાર, માંડવીમાં પણ વરસાદ પડ્યો હતો. જયારે અન્યત્ર ઝરમર ઝરમર વરસાદ રહ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના આંકડાઓ અનુસાર ભુજમાં સાડા ત્રણ ઇંચ, માંડવીમાં એક ઈંચ અને અંજારમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

જ્યારે આજે સવારે કચ્છનાં મુંદ્રામાં ૩ ઇંચ તથા માંડવીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર

જામનગરઃ જામનગર જીલ્લામાં ઝાપટાથી ૨ ઇંચ વરસાદ પડ્યો હતો.

જેમાં જામનગર જીલ્લાના ધ્રાફામાં ૨ ઇંચ, ભ.ભેરાજામાં પોણા ૨ ઇંચ જામજોધપુર-ધુનડામાં દોઢ ઇંચ, ખરેડી નિકાવા , મોટા પાંચ દેવડા, મોટાવડાળા, સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, પરડવા, પડાણા મોટા ખડવા, મોડપર, ડબાસંગમા એક ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત જામનગર શહેર કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર, વસઇ, પીપરતોળામાં હળવા -ભારે ઝાપટા વરસ્યા છે.

જૂનાગઢ

જૂનાગઢઃ જૂનાગઢ જીલ્લામાં પણ ઝાપટાથી ૨ ઇંચ વરસાદ પડ્યો છે.

જેમાં માણાવદર, વંથલી, વિસાવદરમાં ૨ ઇંચ, જૂનાગઢમાં દોઢ ઇંચ, કેશોદ-મેંદરડામાં ૧ ઇંચ તથા માંગરોળ અને ભેંસાણમાં ઝાપટા વરસ્યા છે.

જામનગર જીલ્લાના જોડિયામાં આજે સવારે અડધો ઇંભ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરમાં ઝાપટા વરસ્યા હતા.

ગીર સોમનાથ જીલ્લાના ઉના અને ગીરગઢડામાં પણ આજે સવારે ઝાપટા વરસ્યા હતા.

જ્યારે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદમાં પણ ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો.

રાજકોટ જીલ્લામાં પણ ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જીલ્લાના લોધીકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

ધોરાજી અને કોટડાસાંાગણીમાં અડધો ઇંભ વરસાદ પડ્યો હતો.

ઉપલેટા ગોંડલ, જેતપુર, જામકંડોરણા, પડધરી, રાજકોટમાં હળવા-ભારે ઝાપટા પડ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં હળવા-ભારે ઝાટપા વરસ્યા હતા.

અમરેલી જીલ્લાના અમરેલી શહેરમાં એક ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે લીલીયા, બાબરા, લાઠી, વડિયા, સાવરકુંડલા હળવા-ભારે ઝાપટા પડ્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કાલે સવારના ૧૦ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને કલ્યાણપુરમાં ૪ ઇંચ, ખંભાળીયામાં અને ભાણવડમાં સાડા ત્રણ ઇંચ અને દ્વારકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

બોટાદ જીલ્લાના બોટાદ શહેરમાં અડધો ઇંચ તથા બરવાળા -રાણપુરમાં ઝાપટા પડ્યા છે.

ભાવનગર જીલ્લાના ઉમારાળામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગારીયાધાર, મહુવા, તળાજા, ભાવનગર, વલ્લભીપુરમાં ઝાપટા વરસ્યા છે.

(11:38 am IST)