Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જામનગર રાજકોટ હાઇવે ઉપર જ્વલનશીલ પદાર્થ ભરેલ ટેન્કર પલટી જતા દોડધામ

જામનગરરાજકોટ હાઇવે પર આજે જાયવા નજીક ભરબપોરે એસન્ટ કારે પલ્ટી મારતા સામેથી આવતા જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પણ પલ્ટી મારવાની ઘટના બની હતી.

જામનગર-રાજકોટ હાઇવે પર આજે બપોરે 2.30વાગ્યા આસપાસ સેલવાસથી જામનગર રિલાયન્સમાં આવતો GJ-12-AY-9081 નંબરનું દેવજીભાઈ આહીરનું લિક્વિડ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જાયવા ગામ નજીક ધ્રોલ તરફ સામેથી આવતી GJ-3-CE-8596 નંબર એસન્ટ કારે અચાનક પલ્ટી મારતા આ ટેન્કરની સામે આવી ગઈ હતી.જેથી અકસ્માત સર્જાતા ટેન્કરમાંથી SR નામનું જ્વલનશીલ પ્રવાહી લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી. અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.

આ ઘટનાને પગલે ધ્રોલથી ફાયર બ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને લિકવિડ લીકેજ અટકાવવા કવાયત આદરી છે. જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા મથામણ આદરી છે. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(5:11 pm IST)