Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પોરબંદર જિલ્લામાં મોસમનો કુલ ૪૦થી ૪પ ટકા વરસાદ : જળાશયોમાં ત્રણ મહિનાનું પાણી આવ્યું

પોરબંદર, તા. ૧ર : જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ ૪૦થી ૪પ ટકા થયો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારો હજુ કોરા છે. ખંભાળા જળાશયમાં ૯ ફુટ તથા ફોદારા જળાશયમાં ૧૧.૪ ફુડ પાણી આવ્યું છે. આ પાણીનો જથ્થો ર થી ૩ મહિના ચાલે તેટલો છે. વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. મેઢાક્રીક જળાશયમાં અઢી ફૂટ નવુ પાણી આવ્યું છે. ટુકડા મીયાણી ભાવપરા વિસાવાડા કુછડી વગેરે ગામોને મેઢાક્રીકમાંથી પાણી વિતરણ થાય છે. જિલ્લા કન્ટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૩ મીમી (૩૧ર મીમી), રાણાવાવ ર મીમી (૩ર૪ મીમી), કુતિયાણા શૂન્ય (૩પ૯ મીમી), ખંભાળા જળાશય ૧ર મીમી (૩ર૯ મીમી), ફોદાળા જળાશય પ મીમી (૩ર૭ મીમી), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩ મીમી (૩પ૮.ર મીમી)

ઘેડ પંથકમાં નદીઓમાં પાણીની આવક શરૂ થઇ છે. સ્થિતિ સુધરી છે. આ વિસ્તારમાં પાક લઇ શકાશે. પોરબંદર દરિયામાં કરન્ટ છે કાંઠે ૩ મીટર મોજાં ઉછળી રહેલ છે.

(1:33 pm IST)