Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ઉના સૈયદ રાજપરા અને કોબમાં તીનપતી જૂગાર રમતા ર૩ ઝડપાયાઃ ૯પ હજાર રોકડ મળી

ઉના તા. ૧ર :.. ઉના તાલુકાના સૈયદ રાજપરા, કોબ અને ઉના શહેરમાં પોલીસે પૈસાની હારજીતનો જૂગાર રમતા ર૩ શખ્સોને ૯પ હજાર રૂપિયા રોકડા સાથે પકડી પાડયા છે.

ઉના શહેર ત્થા તાલુકામાં પૈસાની હારજીતનો જૂગાર રમતો હોવાની બાતમીના આધારે નવાબંદર મરીન પોલીસના પી. એસ. આઇ. મંધરા, જમાદાર જશાભાઇ જે. પરમાર, પ્રવિણભાઇ બાલુભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેરે ઉનાનાં પી. આઇ. આર. એન. રાજયગુરૂ ત્થા જે. વી. ચુડાસમાએ રેડ કરતા પ્રથમ કોબ ગામે જાહેરમાં જૂગાર રમતા કરણ જીવાભાઇ ચાવડા, સરમણ ભગવાન મજીઠીયા, સામત પોલાભાઇ, સલીમ ઇબ્રાહીમ, હનીફ અલીભાઇ, ડાયા ભાણાભાઇ, અમીન હનીફભાઇ, ભરત રાજશી, મહેબુબ હુસેનભાઇ, ઇમ્તીયાઝ અબ્દુલ રહેમાન રે. તમામ કોબ વાળાને જૂગાર રમતા રૂ. ૩૮ હજાર ૬૪૦ રોકડા સાથે પકડી પાડેલ હતાં.

બીજા બનાવમાં ઉના પટેલ સોસાયટીમાં હિંગરાજ માતાના મંદિર પાસે એમ. કે. કોમ્પલેક્ષના પાર્કીંગમાં જૂગાર રમતા સંતોષ ભીખાભાઇ વ્યાસ, બીપીનભાઇ ભીખાભાઇ વ્યાસ, શબ્બીર ઉમરભાઇ સોરઠીયા, કાંતી રાજાભાઇ ચારણીયા, યુસુફ ઇબ્રાહીમ જમરોટ, મુસાભાઇ રે. ઉના વાળાને જૂગાર રમતા રોકડા રૂપિયા ૪પ,૮૦૦ સાથે પકડી પાડેલ હતાં.

સૈયદ રાજપરા ગામે કેશુ જીવા, ઠોડર, રાહા બીજલ રાઠોડ, ભરત લખમણ બાંભણીયા, વિજય બીજલ રાઠોડ, ડાયા ભીખા વાજા, ભરત બાબુ બારૈયા, રમેશ રાહા રાઠોડને જૂગાર રમતા રૂ. ૧૧૦૮૦ રોકડ સાથે પકડી કુલ ર૩ શખ્સોને રૂ. ૯૪ હજાર પ૪૦, રોકડા સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો.

(12:14 pm IST)