Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સુત્રાપાડામાં મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની શાનદાર ઉજવણી

પ્રભાસ પાટણ તા. ૧ર :.. ગીર સોમનાથ જીલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત બી. આર. સી. ભવન સુત્રાપાડા ખાતે જી. પં.નાં પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને મહિલા બાળ પોષણ જાગૃતી દિવસની ઉજવણી કરવામાં આવેલ.

આઇડીસીએસ શાખા સુત્રાપાડા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જી. પં.નાં પ્રમુખ જણાવેલ બાળકો અને મહિલાઓનાં કલ્યાણ માટે કેન્દ્ર અને રાજય કટીબધ્ધ  છે. બાળકોનાં વિકાસ માટે આંગણવાડી બહેનોનો મહત્વનો ફાળો છે. તેમજ બાળકોને રમત-ગમતની સાથે શિક્ષણ અને પુરક પોષણ આપવામાં આવે છે. પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડે જણાવેલ હતું કે, આંગણવાડી બહેનો દ્વારા બાળકોને આરોગ્યપ્રદ ખોરાક આપવામાં આવે છે. ના. જી. વિકાસ અધિકારી ઇલાબેન ગોહીલ અને ન્યાય સમિતિનાં ચેરમેન કીરણબેન સોસાએ જણાવેલ કે સરકાર દ્વારા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે.

આ તકે આરોગ્ય અધિકારી ચૌધરી, સી. ડી. પી. ઓ. મંગળાબેન, પ્રોગ્રામ ઓફીસર મધુબેન વાઢેર, મામલતદાર ઝાપડા, ડાયાભાઇ, હરીભાઇ તેમજ મોટી સંખ્યામાં બહેનો સહભાગી થઇ હતી. સંચાલન દિપીકાબેન રાવલીયા આભારવિધી નીતાબેન ભટ્ટે કરી હતી.

(12:11 pm IST)