Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ચોટીલા તાલુકા પંચાયતમાં કેસરીયો પ્રમુખ ઉપ પ્રમુખ બિન હરીફ

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસનાં તમામ ગેર હાજર રહ્યા, ભાજપનો ભગવો લહેરાતા આગેવાનો અને ચૂટાયેલ સહિતની ટીમની તસવીર.

ચોટીલા, તા.૧૦: ચોટીલા તાલુકા પંચાયતમાં કોંગી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ ૪ સીટની પેટા ચૂંટણી પછી શુક્રવારના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી માટે ભાજપનાં બે ઉમેદવારો સિવાય કોઇના ફોર્મ રજુ નહી થતા પ્રમુખ તરીકે જીવણભાઇ નાગજીભાઈ મકવાણા, ઉપ પ્રમુખ તરીકે રામભાઇ મોતીભાઇ સામંડ બિન હરીફ ચૂટાયેલ જાહેર કરતા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો ફરકેલ છે.

પાંચ વર્ષની તાલુકા પંચાયતનાં સત્તાનાં સુકાન માટે ભાજપ કોગ્રેસ ભાજપ ની સોગઠાબાજી ચાલુ રહેલ જેમા કેટલાક સભ્ય સતત ૩ મીટીંગમાં ગેર હાજર તો કેટલાક પક્ષ વિરોધની પ્રવૃતિ માટે બરતરફ થયેલા બે વખત આવા સદસ્યોની બેઠકોની પેટા ચૂંટણીઓ પણ આવેલ.

તાજેતરમાં પક્ષપલ્ટાની રાજનીતિ થી બેસેલ કોગ્રેસનાં પ્રમુખ ખોડાભાઇ ખોરાણી વિરૂધ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પસાર થયેલ તેમજ ચાર બેઠકની પેટા ચૂટણીમા બે બેઠક ભાજપને મળેલ તેમજ અપક્ષ સદસ્ય પણ ભાજપ સાથે રહેતા સભ્યબળ ભાજપનું ૧૧ નું થયેલ જયારે સામે કોગ્રેસમાં ૬ નું રહેતા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા ઉમેદવારી જ કરવામાં નહી આવતા ભાજપનાં પ્રમુખ ઉપ પ્રમુખ બંન્ને બિન હરીફ વિજેતા જાહેર થયેલ હતા.

તાલુકા પંચાયતમાં બેઠકમાં કોગ્રેસનાં તમામ સદસ્યો ગેર હાજર રહેલ તેમજ ખાસ ચૂટણી બેઠકને લઈને ભાજપનાં જીલ્લા પ્રભારી નિતિનભાઇ ભારદ્વાજ, જીલ્લા ડેરી નાં વા. ચેરમેન અલ્પેશ ભાઇ સામંડ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, શૈલેષ ઉપાધ્યાય, સુરેશ ધરજીયા, મેરૂભાઇ ખાચર સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી બંન્ને ચૂટાયેલાનું ફુલહારથી સન્માન કરી પેંડા વહેચી ખુશાલી વ્યકત કરેલ.(

(12:11 pm IST)