Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કચ્છમાં ત્રણ'દિ મેઘોત્સવઃ અબડાસા-રર, નખત્રાણા-૨૧, રાપર-ર૦, ભચાઉ-માંડવી-૧૬, મુન્દ્રા-૧ર ભુજમાં ૧૦ ઇંચ વરસાદ

ભુજ, તા., ૧રઃ કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ઘણી જ રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં હેત વરસાવનાર મેઘરાજાએ સમગ્ર કચ્છને પાણી પાણી કરી મૂકયું છે. શુકવારે પૂર્વ કચ્છમાં ધોધમાર વરસેલા વરસાદે આજે શનિવારે પણ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને નખત્રાણામાં તોફાની બેટિંગ કરી હતી. તો, અન્ય તાલુકાઓ માંડવી, મુન્દ્રા, ભુજ અને લખપતમાં મેદ્યરાજાએ સતત બીજા દિવસે પણ સંગીન બેટિંગ કરી હતી અને કયારેક જોરદાર તો કયારેક ધીમો વરસાદ વરસતો રહ્યો હતો. આંકડાકીય રીતે વાત કરીએ તો આજે શનિવાર તા/૧૦/૮ ના સવારે ૬ થી રવિવાર તા/૧૧/૮ સવારે ૬ સુધીમાં ભુજ જિલ્લા કલેકટર કચેરીમાં નોંધાયેલો વરસાદ આ પ્રમાણે છે. પ્રથમ વરસાદ મીમી માં (૨૫ મીમી = ૧ ઇંચ) શનિવારનો તા/૧૦/૮ નો ૨૪ કલાકનો છે, બાજુમાં શુક્ર અને શનિવાર બે દિવસનો વરસાદ છે, જે ઇંચમાં છે) ર્ંરાપર ૨૧૫ મીમી, (શુક્ર/શનિ બે દિવસમાં ૨૦ ઇંચ) , ર્ંભચાઉ ૧૦૮ મીમી, (શુક્રૅશનિ બે દિવસમાં ૧૬ ઇંચ) ર્ંગાંધીધામ ૯૨ મીમી, (ર્ંશુક્ર/શનિ બે દિવસમાં ૧૩ ઇંચ) માંડવી ૮૬ મીમી, (શુક્રૅશનિ બે દિવસમાં ૧૬ ઇંચ)ર્ંમુન્દ્રા ૫૦ મીમી, (શુક/શનિ બે દિવસમાં ૧૨ ઇંચ) ર્ંભુજ ૭૫ મીમી, (શુક્ર/શનિ બે દિવસમાં ૧૦ ઇંચ)ર્ંનખત્રાણા ૩૨૧ મીમી, (શુક્ર/શનિ બે દિવસમાં ૨૧ ઇંચ) ર્ંઅબડાસા ૨૫૫ મીમી, (શુક્રૅશનિ બે દિવસમાં ૨૨ ઇંચ) ર્ંલખપત ૨૦૬ મીમી, (શુક્ર/શનિ બે દિવસમાં ૧૬ ઇંચ).

દરમ્યાન કચ્છના અનેક વિસ્તારો રાપર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, કોઠારા, માંડવી માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમ જ મીઠી સહિત અન્ય ડેમ, વિવિધ ગામના તળાવો ઓગની ગયા છે, અથવા તો ઓગની જવાની તૈયારીમાં છે. ત્યારે ડેમની આજુબાજુના અનેક ગામોને જરૂર પડ્યે ખાલી કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. તો, વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટર ટીમ મારફતે અત્યાર સુધી ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે અને જરૂર પડ્યે એનડીઆરએફ ની ટીમની મદદ લેવાની તૈયારી પણ રાખી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ પડેલા ધોધમાર વરસાદ અને હજીયે ભારે વરસાદની શકયતાને પગલે લોકોને સલામતીના પગલાં માટે જાગૃત અને સાવચેત રહેવા જાહેર અપીલની એક ઓડિયો કલીપ પણ સોશ્યલ મીડીયા દ્વારા વહેતી કરાઈ છે.

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે કચ્છનો સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સાથેનો એસટી બસનો વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાના સમાચારો વચ્ચે ગઈકાલે કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર વિશે પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ભુજ રેલવે સ્ટેશને બન્ને ટ્રેનો રવાના થશે એવી માહિતી અપાતી હતી. પણ, છેક છેલ્લી ઘડીએ સાંજે ૭ વાગ્યે શનિવારની કચ્છની ત્રણ ટ્રેનો એસી સુપર ફાસ્ટ, કચ્છ એકસ., સયાજી, કેન્સલ કરવાનો પશ્યિમ રેલવેએ નિર્ણય કરતા સેંકડો પ્રવાસીઓ વરસતા વરસાદમાં ભુજ, ગાંધીધામ રેલવે સ્ટેશને હેરાન થયા હતા. કચ્છ પ્રવાસી સંદ્ય દ્વારા સતત ફોલોઅપ કરાયા બાદ અમદાવાદ ડીઆરએમ પ્રકાશ ઝા એ ધ્રાંગધ્રા રેલવે ટ્રેકને થયેલા નુકસાનને કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેવાની જાહેરાત કરી હતી. એટલે આજે શનિવારે ૧૦/૮ ની મુંબઈથી ઉપડનારી સયાજી તેમ જ કચ્છ એકસ. રદ્દ કરાઈ હતી. તેમ જ, રવિવારે તા/૧૧/૮ ના મુંબઈથી ભુજ આવતી સયાજી અને કચ્છ એકસ. રદ્દ કરાઈ છે. જોકે, જે રીતે હજી ભારે વરસાદ છે એ જોતાં લાગે છે કે, ભુજ-મુંબઈ-ભુજ વચ્ચેના ટ્રેન વ્યવહારને હજી અસર પહોંચી શકે છે. એટલે, અત્યારે પ્રવાસીઓ પૂરતી ઇન્કવાયરી કરીને નીકળે તે હિતાવહ છે. સતત દિવસથી ગાંધીધામમાં વરસેલા ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન ઉપરાંત અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.

(12:06 pm IST)