Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હળવદ-વાંકાનેર પંથકના માથાભારે અને બુટલેગર મહિલા સહિત બે 'પાસા'ના પીંજરે

માથકના પિન્ટુ ઉર્ફે પ્રકાશને વડોદરા અને માટેલની જયશ્રી પાટડીયાને અમદાવાદ જેલમાં ધકેલાઇ

મોરબી તા. ૧ર :.. મોરબી એલસીબી ટીમે હળવદ અને વાંકાનેર પંથકના માથાભારે તથા બુટલેગર મહિલા સહિત બે ને પાસા તળે જેલમાં ધકેલી દિધા હતાં.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઇસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઇ વી. બી. જાડેજાની ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે માથાભારે અને દેશી વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલ ઇસમ પીન્ટુ ઉર્ફે પ્રકાશ અશોકભાઇ ગાંડુભાઇ  બોરાણીયા, રહે. માથક તા. હળવદ વાળાને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અને તેના સાગરીત જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયા રહે. માટેલ શીતળાધાર તા. વાંકાનેર વાળાને પાસા હેઠળ ડીટેઇન કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલ બન્ને દેશી-વિદેશી દારૂના ધંધા સાથે અને માથાભારે હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(12:00 pm IST)