Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ભાવનગરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા : જિલ્લામાં અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો

ભાવનગર શહેર જિલ્લામાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે.
આજે ગોહિલવાડ પંથકમાં દિવસભર વરસાદી માહોલ જળવાઇ રહ્યો હતો જિલ્લામાં છુટો-છવાયો વરસાદ નોંધાયો છે.વલભીપુર માં 23 મી.મી.ઉમરાળા માં 11 મી.મી.ઘોઘા માં 2 મી.મી.જેસર માં 6 મી.મી.પાલિતાણા માં 15 મી.મી.મહુવા માં 2 મી.મી.વરસાદ નો નોંધાયો છે.

(6:45 pm IST)