Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

મોરબીમાં કોરોનાનો વધતો કહેર : વધુ ત્રણ પોઝીટીવ આવતા આજે કુલ 12 કેસ નોંધાયા : એકનું મૃત્યુ : કુલ કેસની સંખ્યા 112 થઇ

રવાપર રોડની શ્રી રમા વિજય સોસાયટીના પરુષ અને મહિલા તેમજ પ્રાનનગરના આધેડને કોરોના

મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ગઈ કાલે સદી પૂર્ણ કર્યા બાદ આજે રાજકોટ ખાતેથી લેવાયેલા સેમ્પલ પૈકી મોરબીના વધુ ૩ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જેમાં ચંદ્રકાન્ત ભાઈ નારણભાઈ વામજા ( ઉ.વ.૫૭ ) (  રહે,શ્રી રામ વિજય સોસાયટી નરસંગ મંદિર રવાપર રોડ મોરબી)  મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.વ.૫૫ ) ( રહે,શ્રી રામ વિજય સોસાયટી નરસંગ મંદિર રવાપર રોડ મોરબી અને  જયંતીભાઈ ચતુરભાઈ સુરાની (ઉ.વ.૬૦ પ્રાણ નગર રવાપર રોડ મોરબી ) આ ત્રણ પોઝિટિવ કેસ આવેલા છે. આ સાથે મોરબી જીલ્લામાં ટોટલ ૧૧૨ કેસ થયા છે.

મોરબીમાં દરબાર ગઢ વિસ્તારમાં ગૌરાંગ શેરીમાં રહેતા 59 વર્ષીય આડેસરા ભરતભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ લાલજીભાઈનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તેઓનો ગત તા. 5ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી, તેઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સાથે મોરબી જિલ્લા કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુનો આંક 7 થયો છે.

(5:12 pm IST)