Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ : વધુ 33 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 147 જૂનાગઢ સિટીમાં 24,વંથલીમાં 4 , કેશોદ અને ભેસાણમાં 2-2 કેસ અને વિસાવદરમાં એક કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 33 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જૂનાગઢ સિટીમાં નવા 22 કેસ, વંથલીમાં 4 કેસ, કેશોદ અને ભેસાણમાં બે બે કેસ નવા નોંધાયા છે વંથલી તાલુકાના નવલખી,નાગડીયા,કણઝા માં કેસ નોંધ્યા છે કેશોદના આલાપ સોસાયટી અને કેવદ્રામાં કેસ નોંદયોઃ છે વિસાવદરમાં હનુમાન પરા મારુતિનગરમાં એક કેસ નોંધાયો છે

 જૂનાગઢ શહેરમાં પોલીસ હેડક્વર્ટર,લક્ષ્મીનગર,ત્રિલો

કનગર,સિલ્વર પાર્ક,આદિત્યનગર,ફુલીયા હનુમાન ગિરનાર હાઈટ્સ પોસ્ટ ઓફિસ પાસે, આનંદનગર,અબુજાનગર ,આદર્શનગર,નીલકંઠ નગર,જીવનધારા અંબાજીનગર ,ગોલ્ડનપાર્ક એપાર્ટ,શક્તિનગર,જોષીપરા,સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે

(9:35 pm IST)