Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પ્રાણઘાતક હથિયાર સાથે નીકળી લુખ્ખાગીરી કરતો ભરત ઉર્ફે જખરોને ચાર જિલ્લામાંથી હદપાર કરતી ધોધા પોલીસ

 

ભાવનગર રેંજ આઇજીરી અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ. ઠાકરનાઓએ માથાભારે ઇસમોને ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવા સુચના કરતા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સજી.ક્રે.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ એન. જાડેજા તથા પો.કોન્સ. હરપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખેડુતવાસમાં અવાર નવાર પ્રાણઘાતક હથીયારોં સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા ભરતભાઇ ઉફ્રેં જખરો દેવજીભાઇ ચુડાસમા/કોળી, (ઉવ.૪૫,)( રહે.ખેડુતવાસ, મેલડી માં ની ધાર, ભાવનગર ) હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમનાઓ તરફ મોકલતા ભાવનગર જીલ્લાને અડીને આવેલ ચાર જીલ્લામાંથી હદપાર કરવાની હદપારી દરખાસ્ત માસ માટેની મંજુર થઇ આવતા ડી.સ્ટાફ પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીંડા તથા વનરાજસિંહ પરમારે તેને દબોચી હદપારીની ભજવણી કરી રાજકોટ જીલ્લા ખાતે મોકલી આપેલ છે.

કામગીરીમાં ડી સ્ટાફ ઇન્ચાર્જ એમ.એમમુનશી તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ રાણા તથા ફારૂકભાઇ મહીંડા તથા વનરાજસિંહ પરમાર તથા જયદિપસિંહ જશુભા તથા પાર્થભાઇ અશોકભાઇ તથા ખેંગારસિંહ ગોહિલ  જોડાયેલ હતા.

(11:42 pm IST)
  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST

  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST