Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગઢડાના ઉગામેડીની હત્યાનો ફરાર આરોપી ગૌરવ ઉર્ફે ગૌતમ પરમાર ઢસા ચોકડીએથી ઝડપાયો

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે થયેલ હત્યાના નાસી ગયેલ આરોપી ગૌરવ ઉર્ફે ગૌતમ પરમારને ઢસા ચોકડીએથી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ઝડપી લેવાયો છે

  ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાઓની ગઢડા તાલુકાના ઉગામેડી ગામે થયેલ ખુનના બનાવ સંદર્ભે દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ ખુન કરી નાસી ગયેલ હોય જેને તાત્કાલીક પકડી પાડવાની સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા .એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. હેમરાજભાઇ બારડ તથા હેડ કોન્સ. મહેશભાઇ બાવળીયા તથા હેડ કોન્સ. રામદેવસિંહ ચાવડા નાઓએ ગુન્હાના કુલ-૦૩ આરોપીઓ પૈકી એક આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો અને નાસી ગયેલ બે આરોપીઓ પૈકી મહેશ વાલજીભાઇ પરમાર (રહે.ઉગામેડી ગામ તા.ગઢડા જી.બોટાદ)ને જનડા ગામની સીમમાંથી ઝડપી પાડેલ. અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દુર હતો તે ગૌરવ ઉર્ફે ગૌતમ વાલજીભાઇ પરમાર (રહે.ઉગામેડી ગામ તા.ગઢડા )ને ઢસા ચોકડી ખાતેથી ઝડપી પાડી પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:26 pm IST)