Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઘોઘાના ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી યાસિનશા ફકીરને એસ.ઓ.જી. ભાવનગર દ્વારા ઝડપી લેવાયો

ફોટો yashin

ભાવનગર :ધોધા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી યાસિનશાને ભાવનગર એસઓજીએ ઝડપી લઇને ધોધા પોલીસ સ્ટેશને સોંપ્યો છે

 તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંઘાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી. અશોકફુમાર યાદવએ જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ હતો

 આ  અનુંસંઘાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાસત્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ઘરેલ અને તેના ભાગ રૂપે  ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના આદેશથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ  તથા એચ.એસ.ત્રિવેદી પો.સ.ઇ. ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીનીં તપાસમાં હતા

  આ દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે ઘોઘા પોલીસ સ્ટેશન ફસ્ર્ટ ગુ.૨.ન. ૧૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી યાસીનશા કાસમશા ફક્રીર ( રહે,ચાણસ્મા ઇન્દીરાનગર હાલ ગુંદી ગામ તાજી. ભાવનગર)ને ઘોઘા મચ્છી બજાર રો રો ફેરી જવાના રસ્તે ઝડપી પાડી આરોપી વિરૂઘ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
   આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ .એચ. એસ. ત્રિવેદોના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂઘાસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ઘાંઘલ્યા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(8:10 pm IST)
  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST

  • જસ્ટીસ અકિલ કુરેશી સંદર્ભનો કેસ ૧૫ જુલાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા અંગેની ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની અરજીની સુનાવણી ૧૫ જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે access_time 1:12 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST