Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જૂનાગઢમાં બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં ચોરીની કોશિષઃ રૂ. ૧.૩૫ લાખનું નુકશાન

આઠ દિવસ બાદ નોંધાવાઈ પોલીસ ફરીયાદ

જૂનાગઢ, તા. ૧૨ :. ઙ્ગજૂનાગઢમાં બેંક ઓફ ઈન્ડીયાના એટીએમમાં ચોરીની કોશિષ થયાની અને તસ્કરોએ રૂ. ૧.૩૫ લાખનું નુકશાન કર્યાની ફરીયાદ આઠ દિવસ બાદ નોંધાવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ બેંક ઓફ ઈન્ડીયાના એટીએમમાં ગત તા. ૩ જુલાઈની રાત્રે ચોરીની કોશિષ થઈ હતી.

આ અંગે બેંકના કર્મચારી કેતનભાઈ પરસોતમભાઈ ડાભીએ ગઈકાલે બપોરે જૂનાગઢ સી-ડિવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.

જેમાં ફુટેજ ઈમેજીસમાં દેખાતા અજાણ્યા ઈસમે બેંકના એટીએમ મશીનમાંથી ચોરી કરવાના ઈરાદે મશીનનો ડોર અને સેફ ડોર ઉપરાંત અંદરનો ડિજીટલ લોક તોડી રૂ. ૧ લાખ ૩૫ હજારનું નુકશાન પહોંચાડયુ હતું.

તેમજ બેંક રૂમનો દરવાજો તોડી તેમાથી રૂ. ૨૩ હજારની કિંમતનુ સીસીટીવી ડીવીઆર ચોરીને અજાણ્યો શખ્સ નાસી ગયો હોવાની ફરીયાદ થઈ છે.

જેની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ ચલાવી રહ્યા છે.

(3:27 pm IST)