Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જુનાગઢ નારસિંહભાઇ પઢીયારને શ્રધ્ધાસુમન અર્પતા કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા

 જુનાગઢ : ભાજપના પીઢ રાજકિય આગેવાન સ્વ. નારસિંહ ભાઇ પઢીયારનું તાજેતરમાં નિધન થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનાએ ટેલીફોનીક વાતચીત કરી નારસિંહભાઇના પુત્ર યોગેન્દ્રસિહ પઢીયારને સાંત્વના આપી હતી. અને હાલમાં પણ નેતાઓ દ્વારા ભાજપના એક સમયનાં ધુરંધર નેતા એવા નારસિંહભાઇ પઢીયારને શ્રધ્ધા-સુમન અર્પણ કરવામાં આવી રહયાં છે. ગઇકાલે સાંજે નારસિંહભાઇ પઢીયારના નિવાસસ્થાને રાજયના પૂર્વ મુ.મંત્રી કેશુભાઇ પટેલ અને પૂર્વ મુ.મંત્રી શંકરસિંહ વાઘેલાએ નારસિંહભાઇને શ્રધ્ધા-સુમન અર્પણ કર્યા હતા. કેશુભાઇની સાથે માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય, લલિતભાઇ સુવાગીયા, સંઘના પ્રચારક અને હાલ મોહન ભાગવતજીના સચિવશ્રી વિકાસજી તેમની સાથે જુનાગઢ સંઘના પ્રચારકશ્રી મહિપાલજી ઠાકુર તેમજ શંકરસિંહજી વાઘેલા સાથે નિવૃત ડીઆઇજી એ.આઇ. સૈયદ કિશોરસિંહ ચોૈહાણ સાથે રહયા હતા અને કેશુભાઇ તથા શંકરસિંહ બાપુએ નારસિંહભાઇ સાથેના સંસ્મરણો વાગોળી મહેન્દ્રસિંહ પઢીયાર યોગેન્દ્રસિંહ પઢીયાર અને સમગ્ર પરિવારને આશ્વાસન આપ્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ) (૧.૧૭)

 

(4:36 pm IST)
  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST