Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કોટડાસાંગાણી તા.પં.ના પૂર્વ સદસ્ય સહિત ૪ જુગાર રમતા પકડાયા

ભાડવા ગામની સીમમાં પોલીસનો દરોડો : ૨૮ હજારનો મુદ્દામાલ કબ્જે

કોટડાસાંગાણી તા. ૧૨ : કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમમાં પોલીસે રેઇડ કરી તા.પં.ના પૂર્વ સદસ્ય સહિત ચારને જુગાર રમતા ઝડપી લીધા હતા.

 

રૂરલ એસ.પી. અંતરીપ સુદે કોટડાસાંગાણી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિબીશન, જુગાર તેમજ અન્ય ગુન્હાઓ ડિટેકટ કરવા સુચનાઓ આપેલ હતી.જેથી કોટડાસાંગાણી પોલીસના પીએસઆઇ કે બી સાંખલાની સુચના મુજબ સ્ટાફના શકિતસિંહ ઝાલા. અશોકભાઈ ઝીબ્બા. LRPC અલ્પેશભાઈ રાઠોડ. પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન બાતમીના આધારે ભાડવા ગામની સીમમાંથી દિનેશભાઈ નથુભાઈ રુપાપરા ની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા (૧) દિનેશભાઈ નથુભાઈ રૂપાપરા, ઉ.વ.-૪૦ (૨) પ્રવિણભાઈ છગનભાઈ મકવાણા ઉવ-૪૨ (૩) પુર્વ તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ વેલજીભાઇ ગજેરા ઉવ-૫૫ તથા (૪) વિજયભાઈ નારણભાઈ દુમાદીયા ઉવ-૨૫ રહે તમામ ભાડવા આ ચારેય પત્તાપ્રેમીઓને કુલ રૂ. ૨૮૦૮૦ ના જુગારના સાહીત્ય સાથે પકડી કુલ ૪ જુગારીઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજિસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૪)

(4:35 pm IST)
  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • જસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST