Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

દ્વારકા છોડી દેવા માટે યાત્રિકોને તાકીદ

મંદિર શિખર ઉપર ધ્વજાજી ન ચડાવવા જવા માટે પણ ચર્ચા-વિચારણા

દ્વારકા તા. ૧ર :.. દ્વારકાના સુદામાં સેતુ - ગોમતીઘાટ અને પંચકુળ વિસ્તારમાં હરવા ફરવા જવા ત્થા સ્નાન માટે પ્રતિબંધ કરાયો છે.

દ્વારકાથી મંદિર પરિસરના એનાઉસમેન્સ સીસ્ટમથી યાત્રીકોને દ્વારકા છોડી દેવા અને જામનગર જમીન ઉપર જતુ રહેવા સરકાર તંત્રએ આદેશ કર્યો છે.

દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજાજીના રોજના પાંચ ધ્વજાજી આહોરહડણા ઉપર પડતા શિખર ઉપર ધ્વજાજી ચડાવવા માટે ન જવા માટે વિચારણા થઇ છે.

બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ સંદતર બંધ કરાઇ. દરીયાકાંઠાના ગામડાઓમાં તમામ શિક્ષકો ત્થા સરકારી કર્મચારીઓની ટીમ આગમચેતી માટે રવાના કરાઇ છે.

રૂપેણ બંદરનું માચ્છી મારી બંદર ખાલી કરવા કામગીરી કરાઇ છે. સુરક્ષા તંત્રના જવાનો બહાર જતા દ્વારકા મદદે આવ્યા જીલ્લા પોલીસ વડા રોહન આનંદ અને જીલ્લા કલેકટર મીના સતત મોનટરીંગ અને તંત્ર ત્થા સામાજીક સંસ્થાઓ સામે બેઠકનો દોર શરૂ છે.

 આજે સવારે પ્રાંત ઓફીસર દર્શન વિઠલાણીના માર્ગદર્શન હેઠળ હોટેલ એસો.  વેપારી મંડળો, મેડીકલ સેવાઓ અને ગુગળી જ્ઞાતિ ત્થા પંંડાઓ સાથે બેઠક યોજાઇ હતી.

સરપંચ મંડળ તથા પાલિકા અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ પણ કાર્યરત થઇ છે.

દ્વારકાની તમામ હોટેલો, ધર્મશાળા અને પાલીકા નિવાસસ્થાનોમાં આવેલ યાત્રીકોને રૂમો ખાલી કરવા સુચના અપાઇ છે.

(3:49 pm IST)