Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અંજારમાં બાઇક ચલાવવા બાબતે થયેલ તકરારમાં યુવાનની હત્યા-૮ વિરૂદ્ઘ ફરિયાદ

ભૂજ, તા. ૧રઃ અંજારમાં બાઇક ચલાવવા બાબતે થયેલ તકરારમાં ગઈ રાત્રે બેઝબોલ અને છરી જેવા દ્યાતક હથિયારો વડે હુમલો કરીને યુવાનની હત્યા કરવાની ઘટનાએ ચકચાર સર્જી છે.

આ બાબતે વસીમ હોથી નામના યુવાને અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર પોતાના મિત્ર સાહિલ સમાને બાઇક ચલાવવા મુદ્દે સાવન સોની અને સુરજ સોની સાથે ઝદ્યડો થયો હતો પણ ત્યારબાદ તેમની વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

જોકે, સમાધાન થતા છતાં પણ ગઈકાલે રાત્રે સાવન અને સુરજ સોનીની સાથે અન્ય ૮ જેટલા યુવાનો મમૈયો આહીર, પરેશ જોશી, પરેશ જોશીનો દીકરો, અમન આહીર, ગોપાલ આહીર અને કુણાલે માધવરાય ચોકમાં ફરિયાદી વસીમ હોથી, ફારૂક જુસબ સમા, અને સાહિલને રોકીને તેમની ઉપર છરી તેમ જ બેઝબોલ વડે હુમલો કરતા ૨૧ વર્ષીય ફારૂક જુસબ સમાનું છાતીમાં છરી વાગતા મોત નીપજયું હતું. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(3:49 pm IST)