Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સિંહ સંવધસ્ર્ન અને ગીરના જંગલની જાળવણી માટે રાજય સરકાર કટિબદ્ધઃ સાસણગીરમા વિવિધ કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતી

જુનાગઢઃ મૂખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય વિજયભાઇ રૂપાણી દ્વારા સાસણગીરનાં જંગલમાં સિંહ દર્શન કરવામાં આવ્યું તેઓએ નર, માદાસિંહ તથા નાના બચ્ચાઓને નિહાળી આનંદની લાગણી વ્યકત કરી સિંહો ઉપરાંત ચિતલ, સાંબર જેવા તૃણાહારી પ્રાણીઓ તથા મોર, દિપડા અને વાંદરા જેવા અન્ય વન્યજીવો પણ નિહાળ્યા અને ગીરની જૈવિક વિવિધતાની નોંધ લઇ પ્રશંસા કરી હતી. સાસણ સિંહ સદન કેમ્પસમાં મૂખ્યમંત્રીશ્રી દ્વારા હાઇટેક મોનીટરીંગ યુનીટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ યુનીટમાં (૧) ગીરમાં  ટુરીસ્ટ જીપ્સીઓ અને વન વિભાગના વાહનો ઉપર લગભગ રપ૦ જેટા જીપીએસ મશીન મુકવામાં આવ્યા છે. આ સેન્ટરમાં સેટેલાઇટના માધ્યમથી આ વાહનોનું સતત મોનીટરીંગ કરવામાં આવશે અને પરવાનગીવાળા રૂટ સીવાયના રૂટમાં જવા બદલ જે તે વાહન ચાલકોને અટકાવવામાં આવશે. ગેર કાયદેસર લાયન શો અટકાવવા આ વ્યવસ્થા ઘણી ઉપયોગી રહેશે. વન વિસ્તાર બહાર સિંહોની અવર-જવર ઉપર દેખરેખ રાખવા માટે વિદેશથી આયાતી લગભગ ૧૦૦ જેટલા રેડીયો કોલર લગાડવામાં આવશે. આ રેડીયો કોલર દ્વારા સેટેલાઇટના માધ્યમથી દિવસમાં અનેક વખત સિંહોની અવર-જવર ઉપર ધ્યાન રાખી શકાશે અને માનવ વસ્તીવાળા વિસ્તારમાં જતા સિંહો ઉપર ચાંપતી નજર રાખી શકાશે. ગીરના વિવિધ પ્રવેશ નાકાઓ ઉપર સીસીટીવી ની શરૂઆત કરવામાં આવેલ છે. તેનો કંટ્રોલ રૂમ પણ આ સેન્ટરમાં શરૂ કરવામાં આવેલ છે. વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને લગભગ રપ૦ જેટલા અદ્યતન વોકીટોકી સેટ અને ગાડીમાં મુકી શકાય તેવા વાયરલેસ સેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ વાયરલેસ સેટ પણ જીપીએસ દ્વાા સંચાલિત છે અને તેના દ્વારા આકસ્મિક જરૂરીયાતના સંજોગોમાં સંદેશાની આપ-લેની સીસ્ટમ પણ વસાવવામાં આવેલ છે.  મુખ્યમંત્રીના હસ્તે  સાસણ-ગીર ખાતે અગાઉ સ્થાપવામાં આવેલ રેસ્કયુ સેન્ટરનો પુનઃરોદ્વાર કરી સંપૂર્ણ સુસજ્જીત સિંહ હોસ્પીટલનું પણ ઉદ્દઘાટન કરવામં આવેલ છે આ હોસ્પીટલમાં નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવેલ છ.ે દેશમાં સર્વપ્રથમ એવી સંપૂર્ણ સુસજ્જીત લાયન એમ્બ્યુલન્સનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવેલ. આ લાયક એમ્બ્યુલન્સમાં એનેસ્થીસીયા કમ વેન્ટીલેટર કમ મલ્ટીપેરા મશીન, બ્લડ એનેલાઇઝર, સેન્ટ્રીફયુરા મશીન, અલ્ટ્રા સાઉન્ડ વગેરે જેવા સાધનો વસાવવામાં આવેલ છે એમ્બ્યુલન્સ બનાવવા પાછળ લગભગ રૂપિયા એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આવી બીજી ત્રણ એમ્બ્યુલન્સ આવનાર ર મહિનામાં તૈયાર થશે અને અલગ અલગ વિસ્તારોમાં મુકવામં આવશે.સકકરબાગ ઝુ., જુનાગઢ સમગ્ર વિશ્વ્ના પ્રાણી સંગ્રહલાયોને સિંહો પુરા પાડતું નોડલ ઝુ છે આ ઝુમાંથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના જુદા જુદા ૧ર રાજયોના ૧૩ વન્યપ્રાણી સંગ્રહલાયો માટે સિંહો તેમજ અન્ય વન્યપ્રાણીઓ આપવાની મંજુરી ભારત સરકારશ્રીએ આપેલ છે. ગીર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોને રેડીયો કોલર કરવાની કામગીરીનું સ્થળ પર નિદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરીમાં ખૂબજ રસ લઇ સમગ્ર પ્રક્રિયા નિહાળી અને રેડીયો કોલરીંગની કામગીરીની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીના આ કાર્યક્રમ વનમંત્રશ્રી ગણપતસિંહ વસાવા, અધિક મુખ્ય સચિવશ્રી વન અને પર્યાવરણ વિભાગ, ડો. રાજીવ ગૂપ્તા, આઇએએસ, અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એમ.એમ.શર્મા આઇએફએસ તથા વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર, મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:17 pm IST)