Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ધોરાજીમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરાઇ

રસ્તા પર દબાણ અને ટ્રાફિકને અડચણ કરનારાઓ સામે દંડાત્મક કામગીરી

ધોરાજીઃ ધોરાજીમાં રસ્તા પર દબાણ અને ટ્રાફિકને અડચણ કરનારાઓ સામે દંડાત્મક કામગીરી ટ્રાફિક સમસ્યા સામે પોલીસની કામગીરીને જનતાએ આવકારી.

ધોરાજીમાં પોલીસે ટાફીક સમસ્યા હલ કરવા ઝૂંબેશ હાથ ધરી ને જાહેર રોડ પર થી રેકડી દબાણો દૂર કરવા કાયવાહી હાથ ધરાઈ હતી

ધોરાજી માં ગેલેકસી ચોક,ત્રણ દરવાજા ,મેઈન બજાર, સહિત ના વિસ્તાર માં ટાફીક સમસ્યા હલ કરવા માટેઙ્ગ ધોરાજી પીઆઇ વિજય જોષી તથાઙ્ગ ટાફીક બ્રાન્ચ દ્વારા ઝૂબેશ હાથ ધરાઈઙ્ગ હતી.

ધોરાજી શહેરમાં ગેલેકસી ચોકથી આઝાદ ચોક ત્રણ દરવાજા અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી લોકોને પડતી મુશ્કેલીઓ મામલે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય જોશીએ ધોરાજી ટ્રાફિક બ્રાન્ચ સાથે ધોરાજીના ભીડભાડવાળા વિસ્તારમાં જઈ ટ્રાફિકમાં અને રસ્તામાં અડચણરૂપ થાય તે પ્રકારે ઉભા રહેતા લારી ગલ્લા વાળાઓ અને આડેધડ વાહન પાર્કિંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.

ધોરાજી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવાની કાર્યવાહીને ધોરાજીના નગરજનોએ આવકાર્ય હતી અને આ પ્રકારની ટ્રાફિક ઝુંબેશ પોલીસ વિભાગ દ્વારા નિયમિતઙ્ગ હાથ ધરાઈ તેેવી આશા વ્યકત કરી હતી.

(1:25 pm IST)