Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

જેતપુરમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવાન પર ભાઇ સહિત બેએ ખુની હુમલો કર્યો

મહેન્દ્રભાઇ વાળાને કાર હડફેટે ચડાવ્યા બાદ પાઇપથી હુમલો કર્યોઃ કુલદીપ વાળા તથા ભુરા નામના શખ્સ સામે પોલીસમાં ફરીયાદ

જેતપુર, તા., ૧રઃ જેતપુર નજીક બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવાનની ભાઇ સહિત બેએ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર અત્રેના ચાંપરાજપુર ગામે રહેતા મહેન્દ્રભાઇ વાળાને રેલ્વે ફાટક પાસે રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હોય બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધેલ હોય તે યુવતીના ભાઇ કુલદીપને ગમતું ન હોય તે બાબતનો ખાર રાખી ગઇકાલે બપોરે ર વાગ્યાના અરસામાં કુલદીપ બદરૂવાળાએ પોતાની સફેદ કલરની કાર લઇ તેના મિત્ર ભુરાને સાથેબેસાડી ચાંપરાજપુર રોડ પર લઇ જઇ તેની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર મહેન્દ્રભાઇ વાળાને પોતાની કારથી હડફેટે લઇ બાદમાં કારમાંથી નીચે ઉતરી લોખંડના પાઇપ વડે હુમલો કરી નાસી છુટેલ.

ગંભીર રીતે ઘાયલ થયેલ મહેન્દ્રભાઇને સારવાર માટે હોસ્પીટલે ખસેડાતા તેના બહેન પ્રીતીબેન મહેશભાઇ દરબાર રહે. શીવકૃપા સોસાયટીએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૦૭, ૩૩૮, ૧૪૪, જી.પી.એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઇ એસ.વી.ગોજીયા, તેમજ તેના રાઇટર હાર્દિક ઓઝા ચલાવી રહયા છે.

(1:19 pm IST)