Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મેંદરડાના ગુંદાળા ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી રૂ. ૫૦ હજારની ચોરી

તાળુ ખોલી અને બાદમાં બંધ કરીને નાસી ગયો

જૂનાગઢ, તા. ૧૨ :. મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા વાસુરભાઈ નાગભાઈ ગીડાના ગઈકાલે સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા દરમિયાન બંધ રહેલા મકાનમાં તસ્કરો ખાબકયા હતા.અજાણ્યો જાણભેદુ શખ્સ ઘરના દરવાજાની ચાવી ગોખલામાંથી લઈ અને મકાન ખોલી કબાટમાંથી રૂ. ૫૦ હજારની રોકડની ચોરી કરી હતી.

બાદમાં આ શખ્સ દરવાજાને તાળુ લગાવી અને ચાવી ગોખલામાં મુકીને નાસી ગયો હતો.આ અંગે ગઈ સાંજે વાસુરભાઈએ ફરીયાદ કરતા પીએસઆઈ કે.સી. રાણાએ જાણભેદુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:19 pm IST)