Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગોંડલના પ્લેહાઉસમાં વિધિવિધાન થી વિદ્યાર્થીઓને વિદ્યા આપવાની શરૂઆત કરાઈ

ગોંડલના ત્રણ ખુણીયા પાસે આવેલ કિડ્સલેન્ડ પ્લે હાઉસમાં પહેલો દિવસ તેમજ બાળકોનો ભણતરની સીડી ચડવાનો પહેલો દિવસ અને આ તમામ બાળકો તેમની ભણતર ની સીડી ખૂબ સારીરીતે અને ઊંચે સુધી ચડે તેના માટે પ્લે હાઉસના પહેલા દિવસે તમામ બાળકો માટે તેના માતા પિતાની હાજરીમાં વિદ્યારંભ સંસ્કારની વિધિ સાથે પ્રારંભ કરાયો હતો. વેદ માં ૧૬ સંસ્કાર છે બાળક જયારે ભણવાનું ચાલુ કરે ત્યારે ૫મો વિદ્યારંભ સંસ્કાર બાળકોના જીવનમાં સારી શરૂઆત નો ગણાય તેથી વિધિ વિધાન સાથે શરૂઆત કરવામાં આવી હતી.

(12:06 pm IST)