Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

NDRFની એક ટીમ તૈનાતઃ કુંવરજીભાઇ મોરબીમાં: નીચાણવાળા વિસ્તારના લોકોને હટાવાયા

મોરબી જીલ્લામાં સ્કૂલોમાં બે દિ' રજાઃ ૩૯ ગામમાં અસરમાં: ૧૬૦ બોટ સાથે ૪ હજાર માછીમારો પરત બોટ વાળીઃ નવલખી બંદરે બે નંબરનું સિગ્નલઃ વાવાઝોડાની સંભાવના સામે વહિવટી તંત્ર સજજ

મોરબી, તા.૧૨: હવામાન વિભાગ દ્વારા તા. ૧૨ અને ૧૩ તારીખના રોજ વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજય સરકાર એલર્ટ મોડમાં જોવા મળી છે અને તમામ જિલ્લાઓમાં તંત્રને પૂર્વ તૈયારી માટેની સુચના અન્વયે મોરબી જીલ્લામાં કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે

 મોરબી જીલ્લા કલેકટર દ્વારા વાયુ વાવાઝોડાને પગલે ૪૭ જવાનોની એક NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે અને મોરબીના મચ્છુ નદી પટના તેમજ માળિયાના વિવિધ નીચાણવાળા વિસ્તારના લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે તે ઉપરાંત રિક્ષા દ્વારા સુચના આપવામાં આવી રહી છે લોકોને કામ વિના ઘર બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે તો કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મોરબી જીલ્લામાં સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવ્યા છે જે તંત્રને સુચના આપી રહ્યા છે તેમજ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરી રહ્યા છે મોરબી જીલ્લામાં માળિયા ખાતે નવલખી બંદર આવેલ છે અને વાયુ વાવાઝોડાને પગલે નવલખી બંદર તેમજ મોરબી ખાતે અસર વર્તાઈ સકે છે જેને પગલે મોરબી જીલ્લામાં શાળા-કોલેજો અને ટ્યુશન કલાસીસમાં પણ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે

મોરબી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ૧૧ ઙ્ગજૂનથી ૨૪ કલાક માટે લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ રહી છે. આથી આવા સમયે ઇલેકિટ્રકના થાંભલા કે ઇલેકિટ્રકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો દ્યરમાં જ રહેવું. નદીના પટમાં અવર જવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈ પણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્કયુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો.વધુમાં કલેકટરે જણાવ્યું હતું હાલ તો આ 'વાયુ' નામનું ચક્રવાતી વાવાઝોડું બુધવાર થી ગુરુવાર દરમ્યાન મોરબી સુધી અસર કરે એવી આશંકા હાલ દર્શાવાઇ રહી છે. આમ છતાં પળ પળ બદલતી રહેતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.મોરબી જિલ્લાના કુલ ૩૪૮ ઙ્ગગામો પૈકી ૩૯ ઙ્ગગામો અને તેના ૫૯૫૩ નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને ૪૮ ઙ્ગસ્કૂલો અને ૫ અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ ૫૩ આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ ૧૬૦ માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. ૪૦૦૦ જેટલા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. વાયુ નામના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એન.ડી.આર.એફની એક ટુકડી મોરબીને ફાળવી દેવામાં આવી છે લોકોને પોતાના મોબાઈલ, બેટરી, ટોર્ચ, જેવા ઉપકરણો ચાર્જ રાખવા તેમજ ખોટી અફવાઓથી ભરમાવવું નહિ તેમજ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ તાકીદ કરાઈ છે. સરકારી તંત્ર પુરી રીતે સુસજ્જ છે આથી નાહકના ગભરાયા વગર શાંતિ જાળવી તંત્રને સહકાર આપવા કલેકટરે લોકોને અપીલ કરી છે.અને મોરબીના નવલખી બંદરે આજે બે નબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છેતો મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં તા.૧૨ અને ૧૩ રરજા જાહેર કરી દેવામાં આવી છે.

ધારાસભ્ય મેરજાની અપીલ

મોરબી જિલ્લાના કુલ ૩૪૮ ગામો પૈકી ૩૯ ગામો અને તેના ૫૯૫૩ નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તા ઙ્ગથઇ શકે છે. એમ માનીને ૪૮ સ્કૂલો અને ૫ અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ ૫૩ આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે.

નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય અમૃતિયાનું આહવાન

અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ૧૧૦ થી ૧૨૦ કિ. મી. ની ઝડપથી વાયુ નામનું ઙ્ગવાવાઝોડું ત્રાટકવાની શકયતા છે જેમાં મોરબી વિસ્તાર પણ આની ચપેટમાં આવી જવાની સંભાવના છે.

કુદરતી આપત્ત્િ।ના આ સમયે તકેદારીના પગલાં લેવા, બિનજરૂરી બહાર ના નીકળવા, જીવન જરૂરુયાતની વસ્તુઓ હાથવગી કરી લેવા કાચા મકાનોથી સલામત સ્થળે જતા રહેવા, કોઈ પણ પ્રકારની અફવાથી દુર રહેવા, ચકાસણી કર્યા વગર આવી કોઇ અફવા ન ફેલાવવા, જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવા  મોરબી પૂર્વ ધારાસભ્યઙ્ગ કાંતિભાઈ અમૃતિયા તરફથી વિનંતી કરવામાં આવે છેકાંતિભાઈ અમૃતિયા પણ ઉમા ટાઉનશીપ પર જ રહેશે અને એક પ્રકારનો કંટ્રોલ રૂમ મેનેજ કરશે કોઈ પણ અસરગ્રસ્તને કોઈ પણ પ્રકારની આવશ્યકતા હોય તો તેઓના કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી.(૨૧.૬)

(11:59 am IST)