Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મોરબીમાં મેનેજરને બંધક બનાવી ૮ લાખની લુંટ

ઉમાટાઉનશીપમાં બિલ્ડરની ઓફિસમાં ૩ શખ્સોએ ઘુસી મેનેજર શૌલષભાઇને બંધક બનાવી બાથરૂમમાં પુરી દઇ રોકડ લૂટી છુઃ એસપી કચેરી-પોલીસ મથક પાસે જ બંધડક લૂંટ થતા ચકચાર

મોરબી, તા.૧૨: મોરબીમાં લુંટ, હત્યા અને ચોરીના બનાવનો આમ બનતા જાય છે ત્યારે મોરબીના પોસ વિસ્તારમાં ભર ત્રણ શખ્સોએ બિલ્ડરની ઓફિસમાં ધુસીને મેનેજરને બંધક બનાવીને ૮ લાખની લુટ કરી નાશી ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

 મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શાંતિલાલ મણિયાર (ઉ.૬૩) વાળા ઉમા ટાઉનશીપના વિનાયક એપાર્ટમેન્ટના પહેલ માળે આવેલ વૈભવ-રોયલ હાઈટ્સ નામની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય.  કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મેનેજર શૈલેષભાઈને મોઢાના સેલોટેપ થી મોઢું બંધ કરી કપડાથી બાંધી ઓફીસના બાથરૂમમાં પૂરી દઈને ઓફીસના ખાના રાખેલ ૮ લાખની લુટ કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈ મણિયારે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોંઢિયાએ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચલાવી શહેરમાં નાકાબંધી કરી લુટારુઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

(11:56 am IST)